Stock Market crash: સ્થાનિક શેરબજારમાં ઘટાડાનો સિલસિલો આજે પણ ચાલુ છે. નકારાત્મક વૈશ્વિક સંકેતો, તેલની વધતી કિંમતો, મધ્ય પૂર્વમાં તણાવ અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો થવાને કારણે વિશ્વભરના શેરબજારો ઘટી રહ્યા છે. ભારતમાં પણ છેલ્લા પાંચ દિવસથી શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું અને આજે પણ તે જોરદાર ઘટાડા સાથે ખુલ્યું હતું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાહાકાર મચાવશે 28 ઓક્ટોબરનું ચંદ્ર ગ્રહણ, અત્યારેથી સાવધાન રહે આ રાશિના લોકો
Astro Tips: ક્યારેય નહી આવે કંગાળી, ભાગ્ય હંમેશા આપશે સાથે, બસ સવારે જરૂર કરો આ 5 કામ

શરૂઆતના કારોબારમાં, BSE સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 19,000 પોઈન્ટની નીચે આવી ગયો છે. સવારે 9.45 વાગ્યે સેન્સેક્સ 611.14 પોઈન્ટ અથવા 0.95% ઘટીને 63,437.92 પર ટ્રેડ કરી રહ્યો હતો. સવારે 9.45 વાગ્યે સેન્સેક્સ 611.14 પોઈન્ટ અથવા 0.95% ઘટીને 63,437.92 પર ટ્રેડ કરી રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 199.50 પોઈન્ટ અથવા 1.04% ઘટીને 18,922.65 પોઈન્ટ પર આવી ગયો. આ ઘટાડાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 3.58 લાખ કરોડ ઘટીને રૂ. 305.64 કરોડ થયું હતું.


Red Chilli: સાંધાના દુખાવા અને હાર્ટ માટે ફાયદાકારક છે લાલ મરચાં, જાણો શાનદાર લાભ!
Turmeric: માપમાં કરો હળદરનું સેવન, નહીંતર ઉંઘી થશે અસર, ફાયદાને બદલે થશે નુકસાન


સેન્સેક્સ શેરોમાં ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ ઘટ્યા છે. ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ અને ટાટા સ્ટીલ પણ નુકસાન સાથે ખુલ્યા હતા. બીજી તરફ એક્સિસ બેન્ક, એચસીએચએલ ટેક અને ઇન્ડસઇન્ડ બેન્ક ઉછાળા સાથે ખુલ્યા હતા. IT કંપની ટેક મહિન્દ્રાએ બુધવારે તેનું પરિણામ જાહેર કર્યું હતું. કંપનીના નફામાં 16 વર્ષમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.


મજબૂરીમાં મોડલ બની હતી Raveena Tandon, આ સુપરસ્ટારે ખૂબ મનાવી ત્યારે બની હીરોઇન
દરરોજ નાભિમાં લગાવો આ વસ્તુ, ઉતારી ફેંકશે આંખોના નંબર

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 61.6 ટકા ઘટ્યો હતો, જે માર્ચ 2007 પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. એમએમટીસીના શેરમાં ચાર ટકાનો વધારો થયો છે. જુબિલન્ટ ફૂડવર્કસના શેર પાંચ ટકા તૂટ્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નફામાં 39.5 ટકાનો ઘટાડો થયો છે. સોનાટા સોફ્ટવેરના શેરમાં ચાર ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 10 ટકા વધીને રૂ. 124.2 કરોડ થયો છે.


માત્ર એક મહિનામાં 200%નું મલ્ટિબેગર રિટર્ન, આ કંપનીના શેરે લગાવી લોટરી!
ચાની દુકાનથી લઈને રૂ. 2000 કરોડની કંપની, આવી છે વાઘ બકરીના માલિકની સફળતાની કહાની
Sesame Seeds: શિયાળાની સિઝનમાં કયા તલ ખાવા જોઇએ સફેદ કે કાળા?


પાંચ દિવસમાં 14.60 લાખ કરોડ સ્વાહા
અગાઉ સ્થાનિક શેરબજારોમાં બુધવારે સતત પાંચમા સત્રમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. જેના કારણે રોકાણકારોને 14.60 લાખ કરોડ રૂપિયાનો આંચકો લાગ્યો હતો. સેન્સેક્સ 522.82 પોઈન્ટ અથવા 0.81 ટકા ઘટીને 64,049.06 પર બંધ થયો હતો. આ પાંચ દિવસમાં સેન્સેક્સ કુલ 2,379.03 પોઈન્ટ અથવા 3.58 ટકા ઘટ્યો છે. આને કારણે BSE લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 14,60,288.82 કરોડ ઘટીને રૂ. 3,09,22,136.31 કરોડ થઈ હતી. કોટક સિક્યોરિટીઝ લિમિટેડના રિસર્ચ હેડ (રિટેલ) શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, "વૈશ્વિક ઉથલપાથલના પગલે બેન્કિંગ, આઇટી શેરોમાં ઘટાડો થયો હતો." ભારતીય શેરોનું ઊંચું મૂલ્યાંકન ચિંતાનો વિષય છે અને વર્તમાન વૈશ્વિક ઉથલપાથલને જોતાં રોકાણકારો તેમના ઇક્વિટી એક્સપોઝરમાં ઘટાડો કરી રહ્યા છે.


Refined Oil: રિફાઇનલ ઓઇલમાં તળો છો પૂરી અને પુલાવ, તો જાણો તેના નુકસાન
Ravan Dahan Totka: રાવણ દહન બાદ કરશો આ 1 કામ તો થઇ જશો માલામાલ, ઘરે લાવો આ એક વસ્તુ

Puja Niyam: પૂજા દરમિયાન અગરબત્તી પ્રગટાવો અથવા ધૂપ? ઘરની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ પર પડે છે અસર
આ રાશિના લોકો માટે શાનદાર રહેશે વર્ષ 2024, જાન્યુઆરીથી મા દેવી લક્ષ્મી થશે મહેરબાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube