Stock Market Close: અમેરિકાના ફેડરલ રિઝર્વ બેંક દ્રારા વ્યાજ દરમાં રેકોર્ડ બ્રેક વધારો અને મંદીની આશંકા વચ્ચે શેર બજારમાં ગુરૂવારે હાહાકાર મચી ગયો. સવારના સત્રમાં ગ્રીન નિશાન સાથે ખુલેલા શેર બજારમાં પછી વેચાવલી હાવી રહી અને આ ઘટીને 52 અઠવાડિયાના નિચલા સ્તર પર પહોંચી ગયો. કારોબારની શરૂઆતમાં 53 હજાર ઉપરથી ખુલેલો સેન્સેક્સ કારોબારી સત્રના અંતમાં 52 હજારથી નીચે પહોંચી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3,824.49 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ
કારોબારી સત્રના અંતમાં 30 પોઇન્ટવાળા સેન્સેક્સ 1045.60 પોઇન્ટ તૂટીને 51,495.79 પર બંધ થયો. તો બીજી તરફ 50 પોઇન્ટવાળો નિફ્ટી 331.55 પોઇન્ટના સ્તર પર આવી ગયો. શેર બજારના રેકોર્ડબ્રેક ઘટાડાથી રોકાણકારોને ગુરૂવારે 5 લાખ કરોડથી વધુ ડૂબી ગયા હતા. ગત પાંચ કારોબારી સત્રમાં સેન્સેક્સમાં 3,824.49 પોઇન્ટનો ઘટાડો આવી ગયો છે. 


HINDALCO માં સૌથી વધુ ઘટાડો
સેન્સેક્સના 30 શેરમાં ગુરૂવારે સૌથી વધુ 6.04 ટકાનો ઘટાડો ટાટા સ્ટીલના શેરમાં જોવા મળ્યો હતો. આ પ્રકારે નિફ્ટીમાં HINDALCO ના શેર 6.74 ટકા ઘટીને 333.40 રૂપિયાના સ્તર પર આવી ગયો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube