Stock Market Updates: ગ્લોબલ માર્કેટથી મળી રહેલા ખરાબ સંકેતથી દેશના ઘરેલું શેર માર્કેટ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે લાલ નિશાન સાથે ખુલ્યું હતું. કારોબારી સત્રના અંતમાં શરે માર્કેટ ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ તેમજ નિફ્ટી બંનેમાં દિવસભર વેચાણનો માહોલ જોવા મળ્યો હતો અને લાલ નિશાન સાથે કારોબાર કર્યો હતો. આ પહેલા ચાર સત્રના ઘટાડા બાદ ગુરૂવારના શેર માર્કેટમાં તેજી આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્સેક્સ અને નિફ્ટીનું લો લેવલ
કોરોબારી સત્રના અંતમાં 30 પોઇન્ટવાળા સેન્સેક્સ 1016.84 પોઈન્ટ ઘટી 54,303.44 પોઈન્ટ પર બંધ થયો. આ ઉપરાંત 276.30 નિફ્ટી ઘટી 16,201.80 ના સ્તર પર પહોંચ્યો હતો. શુક્રવારના કારોબારી સત્ર દરમિયાન સેન્સેક્સ 54,205.99 ના લો લેવલ પર પહોંચ્યો હતો. આ રીતે નિફ્ટી પણ 16,172.60 ના સ્તરે ગયો હતો.


ભારતીય યુટ્યુબર્સને સૌથી મોટો ઝટકો, YouTube એ હટાવ્યા 11 લાખથી વધુ વીડિયો


આ રહ્યા નિફ્ટીના ટોપ લૂઝર્સ
નિફ્ટીના ટોપ લૂઝર્સમાં કોટક બેંક, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, હિંડાલ્કો અને રિલાયન્સ રહ્યા. ટોપ ગેનર્સમાં એશિયન પેન્ટ, ગ્રાસિમ, અપોલો હોસ્પિટલ, નેસ્લે ઇન્ડિયા અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ રહ્યા.


રેશન કાર્ડ ધારકો માટે ખુશખબરી! કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો


સેન્સેક્સના 5 શરે તેજીમાં
કોરોબારના અંતમાં સેન્સેક્સના 30 માંથી માત્ર 5 શેરમાં તેજી જોવા મળી. જે શેરમાં તેજી જોવા મળી તેમાં એશિયન પેન્ટ, નેસ્લે ઇન્ડિયા, ડો રેડ્ડી, અલ્ટ્રાટેક સીમેન્ટ અને એક્સિસ બેંક રહ્યા. આ પહેલા શુક્રવારના સવારે શેર બજારની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube