અમદાવાદ: બજેટ રજૂ થાય તે પહેલા સેંસેક્સ 83.93 પોઇન્ટના વધારા સાથે 36048.95 અને નિફ્ટી 17.20 પોઇન્ટના વધારા સાથે 11044.90 પર ખુલ્યો હતો. પરંતુ બજેટ રજૂ થયા બાદ સેંસેક્સ 450 પોઇન્ટ ડાઉન થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



પરંતુ ગત વર્ષના આંકડા પર નજર નાખીએ તો ખબર પડે છે કે બજેટવાળા દિવસે શેર  બજારમાં ભારે ઉતાર-ચઢાવ થતો રહે છે. ગત ચાર બજેટમાં બે વખત ઉછાળો રહ્યો, તો બે વાર શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. બજેટના એક મહિના પહેલાં શેર બજારની સ્થિતિની વાત કરીએ તો ગત 13 વર્ષોમાં આ માર્કેટનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ગત એક મહિનામાં શેર બજારમાં 5.3 ટકાનો વધારો નોંધાયો છે. 



બેંકીંગ, ઓટો, આઇટી, પીએસયૂ, બેંક, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, કંજ્યુમર ડ્યૂરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ શેરમાં ખરીદી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 0.4 ટકાની મજબૂતી સાથે 27,477ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જો કે ફાર્મા શેરોમાં વેચાવલી જોવા મળી રહી છે.