Stock Market: ભારતીય શેર બજાર ક્રેશ, સેન્સેક્સ 796 પોઈન્ટ ઘટી બંધ, રોકાણકારોને 2.3 લાખ કરોડનું નુકસાન
![Stock Market: ભારતીય શેર બજાર ક્રેશ, સેન્સેક્સ 796 પોઈન્ટ ઘટી બંધ, રોકાણકારોને 2.3 લાખ કરોડનું નુકસાન Stock Market: ભારતીય શેર બજાર ક્રેશ, સેન્સેક્સ 796 પોઈન્ટ ઘટી બંધ, રોકાણકારોને 2.3 લાખ કરોડનું નુકસાન](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2023/09/20/485510-stock-market.jpg?itok=yXf8Edgt)
Stock Market Crash: ઘરેલૂ શેરબજારમાં આજે ઘટાડાની સુનામી આવી છે. આજે સેન્સેક્સ 800 જેટલા પોઈન્ટ ઘટીને બંધ થયો છે. જ્યારે નિફ્ટીમાં 231.90 ટકાનો ઘટાડો થયો છે. શેર બજારમાં કડાકો થતા રોકાણકારોને 2.3 લાખ કરોડનું નુકસાન થયું છે.
Stock Market Crash: સ્થાનિક શેરબજારમાં ચારેતરફ વેચવાલી જોવા મળી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંકના ભારે ઘટાડાથી શેરબજારમાં કડાકો થયો હતો. આજે સેન્સેક્સ 796 પોઈન્ટથી વધુ ઘટીને 66844.11ની નીચી સપાટીએ બંધ થયો છે. હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લગભગ 1.20 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી બંધ થયા છે. આજે ભારતીય શેરબજારમાં નબળા સેન્ટિમેન્ટના કારણે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પહેલા ગભરાટભરી વેચવાલી જોવા મળી રહી છે.
બુધવારે શેરબજારમાં ભારે વેચવાલી નોંધાઈ રહી છે. બજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE સેન્સેક્સ 800 પોઈન્ટ ઘટીને 66,800ની નીચે સરકી ગયો. NSE નિફ્ટી પણ 230 પોઈન્ટ ઘટીને 19,900ની નીચે આવી ગયો છે. તેના કારણે રોકાણકારોને લગભગ 2.7 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે.
કયા સેક્ટરમાં વેચાણ?
બૅન્કિંગ, નાણાકીય અને મેટલ ક્ષેત્રો બજારમાં સર્વાંગી વેચાણમાં મોખરે છે. HDFC બેન્કના શેર નિફ્ટીમાં લગભગ 4% ડાઉન ટ્રેડ થઈ રહ્યા છે, જે ઈન્ડેક્સમાં ટોપ લુઝર છે. JSW સ્ટીલ અને RIL પણ 2-2 ટકાથી વધુ ઘટ્યા છે. જ્યારે પાવર સ્ટોકમાં વધારો થઈ રહ્યો છે. પાવરગ્રીડનો શેર 2% ના વધારા સાથે ટોપ ગેનર છે.
આ પણ વાંચોઃ DA ની સાથે 3 મહિનાનું એરિયર, કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ
સોમવારે પણ બજાર તૂટ્યું હતું
ગણેશ ચતુર્થીના અવસર પર મંગળવારે ભારતીય બજારો બંધ રહ્યા હતા. જ્યારે સોમવારે 11 દિવસથી ચાલી રહેલી ગતિ પર પૂર્ણવિરામ આવી ગયું હતું. BSE સેન્સેક્સ 241 પોઈન્ટ ઘટીને 67,596 પર બંધ રહ્યો હતો.
શેરબજારમાં ઘટાડાનું કારણ
એશિયન અને અમેરિકન બજારોમાં વેચાણ
US FED પોલિસી પહેલા રોકાણકારો સાવચેત
ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે
એચડીએફસી બેંક, આરઆઈએલ અને અન્ય મોટા શેરોમાં ઘટાડો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube