Stock Market Update: ફરી ગગડી ગયું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન સાથે થયા બંધ
Stock Market Updates: ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા સંકેતો વચ્ચે આજે અઠવાડિયાના બીજા દિવસે શેર બજારમાં દિવસભર ઉતાર ચઢાવ વચ્ચે ફરીથી નબળાઈ જોવા મળી.
Stock Market Updates: ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા સંકેતો વચ્ચે આજે અઠવાડિયાના બીજા દિવસે શેર બજારમાં દિવસભર ઉતાર ચઢાવ વચ્ચે ફરીથી નબળાઈ જોવા મળી. લીલા નિશાન પર ખુલવા છતાં સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે લાલ નિશાન સાથે બંધ થયા છે. સતત ઉતાર ચઢાવ બાદ શેર બજાર ગગડી ગયું. આજે બજાર બંધથયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 100.42 અંક એટલે કે 0.19% ના ઘટાડા સાથે 53,134.35 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 36.45 અંક એટલે કે 0.23% ના ઘટાડા સાથે 15,798.90 અંક પર બંધ થયું છે.
ટોપ ગેઈનર અને ટોપ લૂઝર
આજે બજારમાં પાવર ગ્રિડના સ્ટોક્સમાં 1.54 ટકાની તેજી જોવા મળી. આજનો ટોપ ગેઈનર સ્ટોક પાવર ગ્રિડ રહ્યો છે. આજના વેપારમાં સેન્સેક્સના ટોપ 30 શેર્સમાં 19 સ્ટોક્સ લાલ નિશાન પર બંધ થયા છે. જ્યારે 11 શેરમાં તેજી જોવા મળી. આજે આઈટીસી ટોપ લૂઝર શેર જોવા મળ્યો. 1.78 ટકાના ઘટાડા સાથે આઈટીસી ટોપ લૂઝર શેર રહ્યો.
આ શેરમાં જોવા મળી તેજી
આજના કારોબારમાં તેજીવાળા શેર્સના લિસ્ટમાં બજાજ ફિનસર્વ, હિન્દુસ્તાન યુનિલીવર, સન ફાર્મા, રિલાયન્સ, ટાટાસ્ટીલ, ડો.રેડ્ડી,અલ્ટ્રા કેમિકલ, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, અને ભારતી એરટેલ સામેલ છે.
આ શેરમાં જોવા મળી ભારે વેચાવલી
આજના સેશનમાં આઈટીસી ઉપરાંત વિપ્રો, એક્સિસ બેંક, એમએન્ડએમ, મારુતિ, ઈન્ડસઈન્ડ બેંક, એલટી, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, ટીસીએસ, કોટક બેંક, એનટીપીસી, એચડીએફસી બેંક, એસબીઆઈ અને ટાઈટન સહિત અનેક કંપનીઓના શેર્સમાં વેચાવલી જોવા મળી.
આજે સવારે ગ્લોબલ માર્કેટમાંથી મળેલા દમદાર સંકેતો બાદ ઘરેલુ શેરબજારમાં સવારે તેજી જોવા મળી. સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યા હતા. 30 અંકવાળો સેન્સેક્સ 266.44 અંકની તેજી સાથે 53,501 પર ખુલ્યો. જ્યારે 50 અંકવાળો નિફ્ટી 15,909.15 પર ખુલ્યો.
એલઆઈસીના શેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે ફરીથી તેજી જોવા મળી છે. આજે એલઆઈસીના શેરમાં 8.95 એટલે કે 1.29% ની તેજી જોવા મળી અને તે 701.25 રૂપિયા પર પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube