Stock Market Update: શેરબજારમાં રોનક પાછી ફરી, સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન સાથે બંધ, આ શેરે કર્યો કમાલ
ગ્લોબલ માર્કેટથી મળી રહેલા સંકેતો વચ્ચે આજે અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે શેરબજારમાં ખુશહાલી જોવા મળી.
Stock Market Updates: ગ્લોબલ માર્કેટથી મળી રહેલા સંકેતો વચ્ચે આજે અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે શેરબજારમાં ખુશહાલી જોવા મળી. બજારમાં આજે સવારથી જ ઉછાળો જોવા મળ્યો. આજે લીલા નિશાન સાથે ખુલવા સાથે આખો દિવસ કારોબાર બાદ સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે જ બંધ થયા છે. આજને માર્કેટ બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક 616.62 એટલે કે 1.16 ટકાની લીડ સાથે 53,750.97 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 194.40 અંક એટલે કે 1.23 ટકાના વધારા સાથે 16,005.25 અંક પર બંધ થયો.
આ છે ટોપ ગેઈનર્સ અને લૂઝર્સ
આજના કારોબારમાં સેન્સેક્સના ટોપ-30 શેર્સમાં 5 સ્ટોક ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે 25 શેરમાં ખરીદી જોવા મળી. આજના ટોપ ગેઈનર બજાજના સ્ટોક્સ રહ્યા. બજાજ ફાઈનાન્સ અને ફિનસર્વ બંનેના શેરમાં 4 ટકાથી વધુની તેજી જોવા મળી. આ ઉપરાંત એચયુએલના સ્ટોક્સ 4.43 ટકાની તેજી સાથે બંધ થયા. જ્યારે આજના કારોબારમાં વેચાવલીની વાત કરીએ તો આજે પાવર ગ્રિડ ટોપ લૂઝર રહ્યો. આ સાથે જ એનટીપીસી, રિલાયન્સ, એલટી અને ટાટા સ્ટીલના સ્ટોક્સ પણ ઘટાડા સાથે બંધ થયા.
Gold Silver Price Today: સોનાના દાગીના ખરીદવાનું વિચારતા હોવ તો ખાસ જાણો આજનો સોનાનો ભાવ
એલઆઈસીના શેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે પણ તેજી જોવા મળી. આજે એલઆઈસીના શેરમાં 0.25 એટલે કે 0.036 ટકાની તેજી જોવા મળી અને એલઆઈસીનો શેર હવે 702.90 રૂપિયા પર પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube