નવી દિલ્હીઃ કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન રિટેલ ઈન્વેસ્ટરોએ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)દ્વારા ખુબ કમાણી કરી છે. પાછલા વર્ષે બજારમાં કુલ 59 આઈપીઓ લિસ્ટ થયા છે. તેણે પોતાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે લિસ્ટિંગના દિવસે એવરેજ 26.3 ટકાનું રિટર્ન આપ્યું છે. રિટેલ ઈન્વેસ્ટરો 2024માં પણ આઈપીઓ દ્વારા મોટી કમાણી કરી શકે છે. તેનું કારણ છે કે આ વર્ષે ઘણી મોટી કંપનીઓ આઈપીઓ લાવવા માટે તૈયાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેબીએ 24 કંપનીઓને આપી મંજૂરી
પ્રાઇમ ડેટાબેસના ડેટા અનુસાર 24 કંપનીઓ એવી છે જેને આઈપીઓ લાવવા માટે સેબી પાસેથી મંજૂરી મળી ગઈ છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા 26 હજાર કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. માનવામાં આવી રહ્યું છે કે મજબૂત આર્થિક આંકડા, પાછલા આઈપીઓના પ્રદર્શન અને બજારમાં રેકોર્ડ તેજી જોવા આ કંપનીઓ 2024માં પોતાનો આઈપીઓ લાવી શકે છે. 


આ સિવાય 32 અન્ય કંપનીઓએ આઈપીઓ લાવવા માટે સેબીની પાસે ડ્રાફ્ટ દસ્તાવેજ જમા કરાવ્યા છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા બજારમાંથી 35 હજાર કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. જો તેને સેબીની મંજૂરી મળી જાય તો તે પણ આ વર્ષે પોતાનો આઈપીઓ લાવી શકે છે.


આ પણ વાંચોઃ 1 રૂપિયાના બન્યા 5000 : એનર્જી શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ, હવે મળશે 1 શેર ફ્રી


બજાર સાથે જોડાયા 2 કરોડથી વધુ ઈન્વેસ્ટર
2023 દરમિયાન 2.7 કરોડ નવા ઈન્વેસ્ટર બજાર સાથે જોડાયા છે. જેએમ ફાઈનાન્શિયલમાં ઈક્વિટી કેપિટલ માર્કેટની પ્રમુખ નેહા અગ્રવાલનું કહેવું છે કે 2024માં આઈપીઓ બજારનું પરિદ્રશ્ય ખુબ મજબૂત છે. આ આશા મજબૂત ઘરેલૂ અને વિદેશી રોકાણથી પ્રેરિત છે, જે ભારતીય બજારોમાં સારા વિકાસની સંભાવનાઓનો સંકેત આપે છે. ચૂંટણી સંબંધી અનિશ્ચિતતાઓનું સમાધાન થયા બાદ પ્રવાહમાં વધુ તેજી આવવાની આશા છે.


59 આઈપીઓએ 54 હજાર કરોડ રૂપિયા ભેગા કર્યાં
2023 દરમિયાન કુલ 59 આઈપીઓએ બજારમાંથી 54 હજાર કરોડ રૂપિયાની રકમ ભેગી કરી છે. 29 ડિસેમ્બરે અંતિમ કારોબારી સત્રમાં આ બધા આઈપીઓનું એવરેજ રિટર્ન આશરે 45 ટકા હતું. આ દિવસે 59માંથી માત્ર ચાર આઈપીઓ પોતાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે ઘટાડા સાથે બંધ થયા. 59માંથી 23 આઈપીઓ એવા રહ્યાં છે જે લિસ્ટ થવાના અત્યાર સુધી 50 ટકા અને નવ આઈપીઓ ડબલ કરતા વધુ વધી ચુક્યા છે. મિડ અને સ્મોલ કેપ શેરમાં જબરદસ્ત તેજીને કારણે 2023 દરમિયાન બીએસઈ આઈપીઓ સૂચકાંકમાં 41 ટકાની તેજી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube