નવી દિલ્હીઃ નવા સપ્તાહે બજારમાં કમાણીની તક મળવાની છે. જો તમે આઈપીઓમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. આ સપ્તાહે બજારમાં પાંચ કંપનીઓના આઈપીઓ ખુલવા જઈ રહ્યાં છે. આ આઈપીઓમાં રોકાણ કરી તમે સારી કમાણી કરી શકો છો. તેમાંથી 4 એસએમઈ આઈપીઓ અને એક મેનબોર્ડ આઈપીઓ છે. મેનબોર્ડ આઈપીઓ ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સનો છે. પાછલા દિવસોમાં પણ ઘણી કંપનીઓના આઈપીઓ લોન્ચ થયા છે. તેમાં ઈન્વેસ્ટરોને સારો ફાયદો થયો છે. પરંતુ તમે કોઈ જાણકારી વગર આઈપીઓમાં રોકાણ ન કરો. કોઈપણ આઈપીઓમાં પૈસા લગાવતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝર સાથે જરૂર વાત કરો. તો આ સપ્તાહે શેર બજારમાં 6 દિવસ કારોબાર થવાનો છે. સામાન્ય રીતે શેર બજાર 5 દિવસ ખુલે છે. બજાર શનિવાર અને રવિવારે બંધ રહે છે. પરંતુ આ સપ્તાહે શનિવારે પણ બજાર ખુલ્લું રહેવાનું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આઈપીઓમાં રોકાણની તક
બજારમાં કાલ એટલે કે 13 મેએ ઈન્ડિયન ઇમલ્સીફાયરનો આઈપીઓ ઓપન થવાનો છે. આ એસએમઈ આઈપીઓ છે. તેમાં 15 મે સુધી રોકાણ કરી શકાય છે. શેરનું લિસ્ટિંગ 22 મેએ થશે. 13 મેએ મંદીપ ઓટો ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ખુલશે. આ આઈપીઓ 15 મેએ બંધ થશે. વેરિટાસ એડવર્ટાઇઝિંગનો એસએમઈ આઈપીઓ 13 મેથી 15 મે વચ્ચે ઓપન રહેશે. તેના શેરનું લિસ્ટિંગ 21 મેએ થશે. ત્રણેય કંપનીઓ ક્રમશઃ 8.48 કરોડ રૂપિયા, 25.25 કરોડ રૂપિયા અને 42.39 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે. ત્યારબાદ 15 મેએ ક્વેસ્ટ લેબોરેટરીઝનો ઈશ્યૂ ઓપન થશે. આ ઈશ્યૂ 17 મે સુધી ખુલો રહેશે.


આ પણ વાંચોઃ Income Tax બચાવવાની 5 એવી Tips, જે દરેક લોકોને ખબર હોવી જોઈએ


બેંગલુરૂ સ્થિત ઈન્શ્યોરન્સ સ્ટાર્ટઅપ ગો ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સ (Go Digit General Insurance) 15 મેએ પોતાનો આઈપીઓ લોન્ચ કરશે. આ આઈપીઓમાં 17 મે સુધી દાવ લગાવી શકાય છે. કંપનીએ 258-278 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. આઈપીઓમાં 1125 કરોડ રૂપિયાના નવા શેર જારી થશે. તો 54,766,392 શેરનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા કરવામાં આવશે. આઈપીઓ એન્કર ઈન્વેસ્ટરો માટે 14 મેએ ઓપન થશે. ગો ડિજિટના આઈપીઓનો લોટ સાઈઝ 55 ઈક્વિટી શેરનો છે. 


આ પણ વાંચોઃ IPO પહેલા દિવસે પૈસા કરશે ડબલ! GMP 200 રૂપિયા પર પહોંચ્યો, સોમવારે થશે ઓપન


શનિવારે ખુલશે શેર બજાર
આ સપ્તાહે શેર બજાર શનિવાર એટલે કે 18 મેએ ઓપન રહેશે. એનએસઈ તરફથી જણાવવામાં આવ્યું કે 18 મે એટલે કે શનિવારે ડિઝાસ્ટર રિકવરી સાઇટનું ટેસ્ટિંગ થશે. આમ કોઈપણ ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રાઇમરી સાઇટથી ડિઝાસ્ટર સાઇટ પર સ્વિચ ઓવર કરવામાં આવશે. ડિઝાસ્ટર સાઇટ દરેક ક્રિટિકલ ઈન્સ્ટીટ્યુશન માટે ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પ્રથમ સત્ર પ્રાથમિક સાઇટ (પીઆર) થી સવારે 9.15 કલાકથી 10 કલાક સુધી અને બીજી ડીઆર સાઇટથી સવારે 11.45 કલાકથી બપોરે 12.40 કલાક સુધી ટ્રેડિંગ થશે.