આજે ગ્લોબલ સંકેત નબળા જોવા મળી રહ્યા છે. ફેડની બેઠકથી દુનિયાભરના બજાર દબાણમાં જોવા મલી રહ્યા છે. ગઇકાલે કારોબારમાં ડાઓ 500 પોઈન્ટ તૂટ્યો હતો. આજે એશિયાઇ બજાર પણ નરમાઇ સાથે ખૂલ્યું હતું. એસજીએક્સ નિફ્ટી પણ નબળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ક્રૂડમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ 14 મહિનાના નીચલા સ્તર પર આવી ગયું છે. ઓવર સપ્લાઇ અને ગ્લોબલ મંદીના ડરથી ક્રૂડ સરક્યું છે. બ્રેંટ સરકીને 60 ડોલરના નીચલા સ્તર પર છે. આ ગ્લોબલ સંકેતો વચ્ચે ભારતીય બજારોની શરૂઆત પણ નબળાઇ સાથે થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ સુસ્ત જોવા મળી રહી છે. BSEની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડક્સ -163.16 પોઈન્ટના ઘટાડા સાથે 36,106.91 પર ખૂલ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ NIFTY -46.40પોઈન્ટના ઘટાડા સાથે 10,841.95 પર ખુલ્યો હતો.


દિગ્ગજ શેરોની સાથે મિડકૈપ અને સ્મોલકૈપ શેરોમાં પણ નબળાઇ જોવા મળી છે. બીએસઇ મિડકૈપ ઈન્ડેક્સ 0.3 ટકા અને સ્મોલકૈપ ઈન્ડેક્સ 0.2 ટકાની નબળાઇ સાથે ટ્રેંડ કરી રહ્યો છે. જોકે ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે જેના લીધે બીએસઇનો ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.1 ટકાનો વધારો જોવા મળ્યો છે.