શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ સુસ્ત જોવા મળી રહી છે. BSEની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડક્સ -193.22 પોઈન્ટના ઘટાડા સાથે 36,291.11 પર ખૂલ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ NIFTY -53.80 પોઈન્ટના ઘટાડા સાથે 10,913.50 પર ખુલ્યો હતો.


જ્યારે બુધવારે રૂપિયામાં મજબૂતી અને ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇથી સ્થાનિક શેર બજારોમાં તેજીનો દૌર યથાવત રહેતા રોકાણકારોને ભારે રાહત મળી છે. બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ)નો ઇંડેક્સ સેન્સેક્સ 137.25 પોઈન્ટની તેજી સાથે 36,484.33 પર બંધ થયો તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)નો નિફ્ટી 58.60 પોઈન્ટ એટલે કે 0.0.54 ટકાની બઢત સાથે 10,967.30 ના સ્તરને પાર કરવામાં સફળ રહ્યો હતો.