તેજી સાથે ખૂલ્યું શેર બજાર, સેન્સેક્સમાં 180 અને નિફ્ટીમાં 47 પોઈન્ટનો ઉછાળો
નવા કારોબારી અઠવાડિયાના પ્રથમ દિવસે શેર બજાર તેજી સાથે ખૂલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજના સેન્સેક્સ 179.93 પોઈન્ટની વૃદ્ધિ સાથે 36,142 પર ખૂલ્યો તો નિફ્ટી 47 પોઈન્ટના ઉછાળા સાથે 10,853 પર ખૂલ્યો હતો.
મુંબઇ: નવા કારોબારી અઠવાડિયાના પ્રથમ દિવસે શેર બજાર તેજી સાથે ખૂલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજના સેન્સેક્સ 179.93 પોઈન્ટની વૃદ્ધિ સાથે 36,142 પર ખૂલ્યો તો નિફ્ટી 47 પોઈન્ટના ઉછાળા સાથે 10,853 પર ખૂલ્યો હતો.
અમેરિકા-ચીનના વેપાર સંબંધ, વ્યાજ દરો પર ફેડરલ રિઝર્વના વલણ, ક્રૂડ ઓઇલના ભાવ અને રૂપિયાના ઉતાર-ચઢાવ સાથે આ અઠવડિયે શેર બજારની દિશા નક્કી થશે. કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં અને રિઝર્વ બેંકના નવા ગર્વનરની નિમણૂંકનું કામ ઝડપથી થરૂ થતાં શેર બજારમાં 'રાહત ભરેલી તેજી' જોવા મળી.
સવારે લગભગ 9:30 વાગ્યા સુધી સેન્સેક્સ 200 પોઈન્ટ સુધી વધ્યો હતો. પાવર ગ્રિડ, વેદાંતા લિમિટેડ, એનટીપીસી, કોલ ઇન્ડિયા, યસ બેંક, અદાણી પોર્ટ્સ, આઇસીઆઇસીઆઇ બેંક, ટાટા સ્ટીલ, ઇંડસઇંડ બેંક, એચડીએફસી, ટાટા મોટર્સ, આઇટીસી, સનફાર્મા, મારૂતિ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એલટી, રિલાયન્સ, સ્ટેટ બેંક, એક્સિસ બેંક, એમ એન્ડ એમ, ટીસીએસના શેરોમાં તેજી જોવા મળી તો કોટક બેંક, હિંદુસ્તાન યૂનિલિવર, એશિયન પેંટ્સ, ઓએનજીસી, હીરો મોટો કોર્પ, ભારતી એરટેલના શેરોમાં ઘટાડો થયો.
શરૂઆતી બિઝનેસમાં નિફ્ટી પર પાવરગ્રિડ, વેદાંતા લિમિટેડ, એનટીપીસી, યસ બેંક, આઇઓસીના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી તો જી લિમિટેડ, બીપીસીએલ, એલટી, ઇન્ફ્રાટેલ, બજાજ ફાઇનાન્સના શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો.