શેરબજારમાં તેજી સાથે ખુલ્યો, સેન્સેક્સ 352 અને નિફ્ટીમાં 88 પોઈન્ટનો ઉછાળો
શેરબજારમાં ગુરૂવારે કારોબારની શરૂઆત ઉછાળા સાથે થઇ. 30 શેરોવાળા સેન્સેક્સ 352.17 (0.99%) પોઈન્ટની તેજી સાથે 36,002.11 અને નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 88.05 (0.82%) પોઈન્ટની વૃદ્ધિની સાથે 10,817.90 પર ખુલ્યો.
શરૂઆતના બિઝનેસમાં સેન્સેક્સ પર એશિયન પેંટ, એનટીપીસી, ભારતી એરટેલ, હીરો મોટો કોર્પ, અને પાવર ગ્રિડને બાદ કરતાં અન્ય બધા શેર ગ્રીન નિશાનમાં હતા તો નિફ્ટી પર વેદાંતા લિમિટેડ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, સનફાર્મા, ટીસીએસ, ઓએનજીસીના શેર ટોપ ગેનર્સ રહ્યા તો બીપીસીએલ, આઇઓસી, હિંદુસ્તાન પેટ્રોલિયમ, ભારતેય એરટેલ, ઝી લિમિટેડના શેરમાં ઘટાડો જોવા મળ્યો.
સવારે 9:30 વાગે સેન્સેક્સ 329.06 પોઈન્ટની તેજી સાથે 35979 અને નિફ્ટી 88.65 પોઈન્ટની તેજી સાથે 10,818.50 પર ટ્રેંડ કરી રહ્યો હતો.
આ પહેલાં અમેરિકન બજારમાં મજૂબતીના સંકેત અને બેકિંગ શેરોમાં તેજીથી બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેંજનો ઈન્ડેક્સ સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટના દાયરામાં ઉતાર-ચઢાવ બાદ અંતે ત્રણ દિવસના ઘટાડાથી બહાર નીકળીને 180 પોઈન્ટની મજબૂતી સાથે બંધ થયો હતો. નિફ્ટી પણ 66.35 પોઈન્ટ એટલે કે 0.52 ટકા મજબૂતી સાથે ફરીથી 10,700 પોઈન્ટને પાર 10,729.85 પોઈન્ટ પર બંધ થયો હતો.