કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. બીએસઇના 31 કંપનીઓના શેરો પર આધારીત સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ 49.48 પોઈન્ટની તેજી સાથે 36,241 પર ખુલ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેરો પર આધારીત સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 3.35 પોઈન્ટના સામાન્ય ઉછાળ્યા સાથે ખુલ્યો હતો. સોમવારે સેન્સેક્સ 46.70 પોઈન્ટના વધારા સાથે 36,241.00 પર અને નિફ્ટી 7.00 પોઈન્ટના વધારા સાથે 10,883.75 પર બંધ થયો હતો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vodafone Vs BSNL : બંને કંપનીઓએ લોંચ કર્યા આકર્ષક પ્લાન, જાણો તમારા માટે કયો સારો


સવારે 9.25 વાગે બીએસઇ 98.82 પોઈન્ટના ઘટાડા સાથે 36,142.18 પર ટ્રેંડ કરી રહ્યો હતો, જ્યારે એનએસઇ 21.65 પોઈન્ટના ઘટાડા સાથે 10,862.10 પર ટ્રેંડ કરી રહ્યો હતો. હાલ બીએસઇની 11કંપનીઓમાં લે-વેચ જ્યારે 20 કંપનીઓના શેરોમાં વેચવાલી ચાલી રહ્યું હતું, તો બીજી તરફ એનએસઇ પર 24 કંપનીઓના શેરોમાં લેવાલી અને 26 કંપનીના શેરોમાં વેચવાલી નોંધાઇ હતી. 

EXCLUSIVE: ચૂંટણી પહેલાં મોટી રાહતની તૈયારી, સરકાર આપી શકે છે ભેટ


શરૂઆતી બિઝનેસમાં બીએસઇ પર યસ બેંકના શેરોમાં 1.91 ટકા, ટાટા મોટર્સ ડીવીઆરમાં 1.73 ટકા, ઓએનજીસીમાં 1.68 ટકા, ટાટા મોટર્સમાં 1.51 ટકા અને કોલ ઇન્ડિયામાં 1.00 ટકાની તેજી જોવા મળી હતી. તો બીજી તરફ મહિંદ્વા એન્ડ મહિંદ્વાના શેરોમાં 2.27 ટકા, એચડીએફસીમાં 1.73 ટકા, એનટીપીસીમાં 1.31 ટકા, ભારતી એરટેલમાં 1.06 ટકા અને એચડીએફસી બેંકમાં 0.97 ટકાનો ઘટાડો નોંધાયો છે. 

શેરબજાર માટે મંગળવાર બન્યો અમંગળ, #SENSEX માં 152 પોઈન્ટનો ઘટાડો


એનએસઇ પર ઓએનજીસેના શેરોમાં 1.86 ટકા, ટાટા મોટર્સમાં 1.60 ટકા, યસ બેંકમાં 1.57 ટકા, ડો. રેડ્ડીઝમાં 1.47 ટકા અને યૂપીએલમાં 1.31 ટકાની તેજી જોવા મળી. તો બીજી તરફ મહિંદ્વા એન્ડ મહિંદ્વાના શેરોમાં 1.93 ટકા, એચડીએફસીમાં 1.50 ટકા, એનટીપીસીમાં 1.04 ટકા, ભારતી એરટેલમાં 1.02 ટકા અને એચડીએફસી બેંકના શેરોમાં 0.92 ટકાનો ઘટાડો નોંધાયો હતો.