મુંબઇ: આ કારોબારી અઠવાડિયાના સતત બીજા દિવસે સેન્સેક્સ લીલા નિશાન સાથે ખૂલ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના 31 શેરોના સંવેદી ઈન્ડેક્સ 52.41 પોઈન્ટ (0.14%) અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેરોના સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 52.41 પોઈન્ટ (0.14%)ની તેજી સાથે ક્રમશ: 36,370.74 અને 10,899.65 પર ખૂલ્યો. મંગળવારે માર્કેટમાં સારી તેજી જોવા મળી હતી. 9:30 વાગે નિફ્ટીના 26 શેર લીલા નિશાન અને 24 શેર લાલ નિશાન પર જોવા મળ્યા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છ દિવસ બાદ સસ્તું થયું પેટ્રોલ, જાણો શું છે આજનો ભાવ


સેન્સેક્સના જે શેર મજબૂત થયા તેમાં એક્સિસ બેંક (1.26%), યસ બેંક (0.94%) વીઈડીએલ (1.23%), રિલાયન્સ (1.16%), એનટીપીસી (0.82%), આઈસીઆઈસીઆઈ બેંક (0.93%), ટાટા સ્ટીલ (0.59%), મારૂતિ (0.03%), બજાજ ફાઈનાન્સ (0.26%), બજાજ ઓટો (0.02%) અને પાવરગ્રિડ (0.65%) સામેલ હતા. તો નિફ્ટી પર એક્સિસ બેંકના શેર 1.11%, 0.91%, એનટીપીસી 1.13%, એસબીઆઇ એન કે 0.98%, રિલાયન્સના 1.13%, ઝી એન્ટરમેંટના 3.11%, એશિયન પેંટ્સ અને વીઈડીએલ 1.16% સુધી મજબૂત રહ્યા. 


સેન્સેક્સ પર એચડીએફસી બેંક 0.04% અને બજાજ ઓટો 0.08% જ્યારે નિફ્ટી યૂપીએલ 1.26% સુધી નબળા પડ્યા હતા. આ પહેલાં સોમવારે શેર બજાર તેજી સાથે ખૂલ્યા બાદ ઘટાડા સાથે બંધ થયું હતું. મંગળવારે તેજી સાથે બજાર બંધ થયું હતું.