મુંબઇ: શેર બજાર શુક્રવારે તેજી સાથે ખુલ્યું. મુંબઇ સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના 30 શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ 85.37 પોઈન્ટની તેજી સાથે 36,191.87 પર ખુલ્યો. નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ)ના 50 શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ નિફ્ટીએ 13 પોઈન્ટના વધારા સાથે 10,850.75 પર કારોબારની શરૂઆત કરી. આ પહેલાં ગુરૂવારે સેન્સેક્સ 106.41 પોઈન્ટના ઘટાડા સાથે 36,106.50 પર અને નિફ્ટી 33.55 પોઈન્ટના ઘટાડા સાથે 10,821.60 પર બંધ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે લગભગ 9:40 વાગે સેન્સેક્સ પર ઓએનજીસી, એચડીએફસી, સન ફાર્મા, આઇટીસી, ટાટા મોટર્સ, એચડીએફસી બેંક, રિલાયન્સ, એશિયન પેંટ, ટાટા સ્ટીલ, એનટીપીસી, વેદાંતા લિમિટેડ, હિંદુસ્તાન યૂનિલિવર, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, કોલ ઈન્ડિયા, ઈંફોસિસ, હીરો મોટો કોર્પ, કોટક બેંક અને એક્સિસ બેંકના શેર ગ્રીન નિશાન પર હતા, જ્યારે મારૂતિ, યસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, પાવર ગ્રિડ, એસબીઆઇ, ઈંડ્સઈંડ બેંક, એલટી, એમ&એમ, એચસીએલ ટેક, ટીસીએસ અને ભારતી એરટેલના શેરમાં ઘટાડો નોંધાયો હતો. 


નિફ્ટી પર ઓએનજીસી, એચડીએફસી, હિંડોલ્કો, આઇટીસી, બીપીસીએલ, ટોપ ગેનર્સ રહ્યા તો ટીસીએસ, ભારતી એરટેલ, એચસીએલ ટેક, ઈન્ફ્રાટેલ, એલટીના શેર ટોપ લૂઝર્સની શ્રેણીમાં હતા. સવારે 9:51 વાગે સેન્સેક્સ 65.45 પોઈન્ટની તેજી સાથે 36,171.95 અને નિફ્ટી 15.30 પોઈન્ટ ઉપર 10,836.90 કારોબાર કરી રહ્યો હતો.