વૈશ્વિક માર્કેટમાં નબળાઈની અસર ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા ચાર કારોબારી સત્રથી સતત ઘટાડો જોવા મળ્યો પરંતુ આજે. એકવાર ફરીથી વૈશ્વિક માર્કેટની સુસ્તી વચ્ચે અઠવાડિયાના છેલ્લા દિવસે સ્ટોક માર્કેટ લીલા નિશાન સાથે  ખુલ્યા. શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ખરીદી જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોબારી સત્રની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ 222 પોઈન્ટની તેજી સાથે 53,637.88 ના સ્તરે ખુલ્યો. જ્યારે 50 અંકવાળો નિફ્ટી પણ 16000ના મનોવૈજ્ઞાનિક સ્તરથી ઉપર16,010.80 પર ખુલ્યો. પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 27 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. 


કારોબારી સત્ર દરમિયાન નિફ્ટીના ટોપ ગેનર્સમાં HINDUNI LVR, BHARTI ARTL, ASIAN PAINT, ADANI PORTS અને BRITANNIA ના શેર જોવા મળ્યા. જ્યારે ટોપ લૂઝર્સમાં JSWSTEEL, TATA STEEL, AXIS BANK, HINDALCO અને ONGC ના શેર જોવા મળ્યા. 


બીજી બાજુ ગ્લોબલ માર્કેટમાં નબળાઈના સંકેત મળી રહ્યા છે. અમેરિકી બજારમાં ભારે ઉતાર  ચડાવ જોવા મળ્યા. યુરોપીયન બજારમં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયન માર્કેટમાં પણ હળવી વેચાવલી જોવા મળી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube