Stock Market Live Update: અમેરિકી બજારના નબળા વલણ અને વેચાવલીના દબાણમાં આજે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યા. સતત ત્રીજા દિવસે શેર બજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 348.29 પોઈન્ટ તૂટીને 59,585.72ના સ્તરે ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી પણ 80થી વધુ પોઈન્ટ ગગડીને 17,796.80 ના સ્તર પર  ખુલ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ ગેઈનર્સ
નિફ્ટી ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, સિપ્લા, સન ફાર્મા, યુપીએલ, બજાજ ફાઈનાન્સ, જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપનીના શેર હાલ જોવા મળી રહ્યા છે. 


Rs 1 Old Note: જો તમારી પાસે પણ આવી એક રૂપિયાની નોટ હોય તો આનંદો....કરાવશે ખુબ આર્થિક ફાયદો!


ટોપ લૂઝર્સ
નિફ્ટી ટોપ લૂઝર્સમાં TATA Cons. Prod, M&M, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં M&M, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો અને એચડીએફસીના શેર જોવા મળી રહ્યા છે. 


SBI એ કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, આ મોટો ફેરફાર થતા આજથી ખર્ચવા પડશે વધારે પૈસા 


તૂટ્યું અમેરિકી શેર બજાર
બીજી બાજુ એકવાર ફરીથી અમેરિકી બજારમાં નબળાઈ જોવા મળી. ડાઉ જોન્સ 173 અંક જ્યારે નાસ્ડેક 167 અંક ગગડીને બંધ થયા. ફેડેક્સ દ્વારા વર્ષનું ગાઈડેન્સ પાછું લેવામાં આવતા અમેરિકી બજારને ઝટકો લાગ્યો છે. તાજેતરમાં અમેરિકામાં મોંઘવારી દરનો આંકડો આશા કરતા વધુ ઉપર જવા અને વ્યાજ દરમાં વધારાની આશંકાના પગલે બજારમાં ભારે નબળાઈ જોવા મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube