stock market opening: વૈશ્વિક બજારમાં તેજીથી અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેરબજાર મજબૂતાઈ સાથે ખુલ્યા. 30 અંકવાળો સેન્સેક્સ 416 પોઈન્ટ વધીને 54,177.06 ના સ્તરે ખુલ્યો. જ્યારે 50 અંકવાળો નિફ્ટી 16,151.40 ના સ્તર પર ખુલ્યો. પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 27 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોબલ માર્કેટના હાલ
બીજી બાજુ ડાઉ જોન્સમાં 600 અંકથી વધુની તેજી જોવા મળી. SGX Nifty પણ લીલા નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. ક્રૂડ ઓઈલમાં પણ 2.5 ટકાની મજબૂતાઈ જોવા ળી. સિટી ગ્રુપના સારા પરિણામો આવવાથી પણ બજારને સપોર્ટ મળી રહ્યો છે. આ અઠવાડિયે BOA, Goldman Sachs, Tesla, Netflix જેવી કંપનીઓના પણ પરિણામ આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube