Stock Market Opening: શેરબજાર ખુલતાની સાથે જ કઈંક એવું થયું...રોકાણકારોને લાગ્યો મોટો ઝટકો
Share Market Update: શેર બજારમાં છેલ્લા ચાર સત્રોથી તેજી જોવા મળી છે. જો કે મંગળવારે બજાર ખુલતાની સાથે જ જે જોવા મળ્યું તેનાથી રોકાણકારોને આઘાત લાગ્યો છે.
Share Market Update: શેર બજારમાં છેલ્લા ચાર સત્રોથી તેજી જોવા મળી છે. જો કે મંગળવારે શરૂઆતી ટ્રેડિંગમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાર સત્રોથી સતત લીલા નિશાનમાં જોવા મળી રહેલા બજારને આજે લાલ નિશાનમાં જોતા જ રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટીએ ઘટાડા સાથે શરૂઆત કરી. ચાર સત્રોથી તેજી બાદ રોકાણકારોને એવી જરાય આશા નહતી કે બજાર આજે લાલ નિશાનમાં ખુલશે. જો કે બજારમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે.
ઘટાડા સાથે ખુલ્યું બજાર
સવારે 9.16 વાગે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 171.83 પોઈન્ટના ઘટાડા સાથે 57943.67ના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટી 68.50 પોઈન્ટના ઘટાડા સાથે 17271.50 ના સ્તરે ખુલ્યો.
ટોપ લૂઝર્સ અને ગેઈનર્સ
યુપીએલ, આઈશર મોટર્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ઓએનજીસી વગેરે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં જોવા મળ્યા. જ્યારે ITC, HUL, BPCL, એશિયન પેઈન્ટ્સ, અને પાવર ગ્રિડ કોર્પોરેશન જેવા શેર ટોપ ગેઈનર્સમાં જોવા મળ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube