COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Stock Market Opening: ફેડરલ રિઝ્વની બેઠક પહેલા અમેરિકી શેરબજાર ગુલઝાર જોવા મળ્યું જેની અસર  ભારતીય શેરબજારો ઉપર પણ જોવા મળી રહી છે. બજાર ખુલતા જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ આજે 549.31  પોઈન્ટની  તેજી સાથે 59690.54 ના સ્તરે જોવા મળ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 164.20 પોઈન્ટના વધારા સાથે 17786.50 ના સ્તરે જોવા મળ્યો. 


ટોપ ગેઈનર્સ
નિફ્ટી ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, ટાટા મોટર્સ,  બજાજ ફિનસર્વ, હીન્દાલ્કો, બજાજ ફાઈનાન્સના શેર જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકના શેર જોવા મળ્યા છે. 


ટોપ લૂઝર્સ
ટોપ લૂઝર્સમાં હાલ ગ્રાસીમના શેર જોવા મળી રહ્યા છે. 


અમેરિકી બજારમાં હાશકારો
બીજી બાજુ ફેડરલ રિઝર્વની બેઠક પહેલા અમેરિકી શેરબજારમાં બે દિવસથી ચાલુ રહેલી નબળાઈ પર બ્રેક લાગી અને તે દિવસના ઉચ્ચ સ્તરે બંધ થયો. ડાઉ જોન્સ 197 પોઈન્ટ ચડીને 31,020 ના સ્તરે જ્યારે નાસ્ડેક 87 પોઈન્ટની તેજી સાથે 11,535 ના સ્તરે બંધ થયો. અમેરિકી બજારના લીલા નિશાન સાથે ટ્રેડિંગની અસર એશિયન બજારો ઉપર પણ પડી. SGX નિફ્ટી 130 અંકના વધારા સાથે  17,750 નજીક  ટ્રેડ કરી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube