Stock Market Live Update: ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દર વધવાની અસર અમેરિકી બજારની સાથે સાથે ભારતીય બજાર ઉપર પણ જોવા મળી રહી છે. સવારે ટ્રેડિંગની શરૂઆતમાં બંને પ્રમુખ સૂચકઆંક સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે  ખુલ્યા. 30 શેરવાળો બીએસઈ સેન્સેક્સ સવારે 370.75 પોઈન્ટ તૂટીને 59086.03 ના સ્તરે ખુલ્યો. જ્યારે એનએસઈનો નિફ્ટી પણ 133.80 ગગડીને 17584.50 ના સ્તરે જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેડ રિઝર્વના નિર્ણયથી તૂટ્યું અમેરિકી બજાર
બીજી બાજુ અમેરિકાના ફેડરલ રિઝર્વ તરફથી સતત ત્રીજીવાર વ્યાજદરમાં વધારો કરાયો. ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કર્યો. વ્યાજ દર વધીને 3-3.2  ટકા સુધી પહોંચી ગયો. ફેડ તરફથી મળેલા ઝટકાથી અમેરિકી બજાર નિચલા સ્તરે બંધ થયું. ડાઉ જોન્સ 522 પોઈન્ટ તૂટી 30184 ના સ્તરે બંધ થયો. જ્યારે નાસ્ડેક 205 અંક તૂટીને 11,220 ના સ્તરે પહોંચી ગયો. એસજીએક્સ નિફ્ટી 130 પોઈન્ટ ગગડીને 17,600 ના સ્તરે પહોંચી ગયો. 


ટોપ લૂઝર્સ
હાલ નિફ્ટી ટોપ લૂઝર્સમાં બજાજ ફિનસર્વ, પાવર ગ્રિડ કોર્પ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સ, એચડીએફસી, ટેક મહિન્દ્રા જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, એચડીએફસી, M&M, એચડીએફસી બેંકના શેર જોવા મળી રહ્યા છે.