Stock Market Opening: ગઈ કાલે મસમોટા કડાકા સાથે બંધ થયેલું બજાર આજે પણ લાલ નિશાન સાથે જ ખુલ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 361.86 પોઈન્ટના ઘટાડા સાથે 58412.01પોઈન્ટના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 114.70 અંકના ઘટાડા સાથે 17376 ના સ્તરે ખુલ્યો. અમેરિકી બજારમાં સતત દબાણના પગલે અને વેચવાલીની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. ભારતીય શેર બજાર આજે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં લાલ નિશાન સાથે ખુલ્યા. પ્રી ઓપન સેશન દરમિયાન જ સેન્સેક્સના 30માંથી 29 શેર લાલ નિશાન સાથે કારોબર કરતા જોવા મળ્યા. સૌથી વધુ કડાકો ઈન્ફોસિસના શેરમાં જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ બજારની સ્થિતિ
હાલ જો કે બજારમાં સ્થિતિ સુધરતી જોવા મળી રહી છે. સવારે 9.46 વાગે સેન્સેક્સ 69.65 પોઈન્ટના વધારા સાથે 58843.52ના સ્તરે અને નિફ્ટી 35.30 પોઈન્ટના વધારા સાથે 17526ના સ્તરે જોવા મળી રહ્યો છે. 


ટોપ ગેઈનર્સ
બજાર ખુલતા જ નિફ્ટીના ટોપ ગેઈનર્સમાં આઈશર મોટર્સ, બજાજ ફિનસર્વ, M&M, અદાણી પોર્ટ્સ, ગ્રાસિમ, હિન્દાલ્કોના શેર જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં M&M, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટિલ, સન ફાર્મા, લાર્સનના શેર જોવા મળ્યા છે. 


ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, વિપ્રો, ઓએનજીસી, સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, વિપ્રો, ઈન્ડસઈન્ડ બેંક, ટીસીએસના શેર જોવા મળી રહ્યા છે. 


ગ્લોબલ માર્કેટના હાલ
બીજી બાજુ સતત વેચાવલીના કારણે અમેરિકી બજારમાં ભારે દબાણ જોવા મળ્યું. જેકસન હોલ બેઠક પહેલા વેચાવલીના પગલે અમેરિકી બજાર 2થી 2.5 ટકા સુધી તૂટ્યું. ડાઉ જોન્સ 643 અંક પડ્યું અને નાસડેકમાં 324 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. મોંઘવારી અને મંદીની ચિંતા બજાર પર હાવી રહી. SGX નિફ્ટી તૂટીને  17450 પોઈન્ટના સ્તરે છે અને નિક્કેઈ 350 પોઈન્ટ ગગડ્યો. 


ગઈ કાલે શું હતી સ્થિતિ
ભારતીય શેર બજાર માટે અઠવાડિયાનો પહેલો કારોબારી દિવસ સોમવાર ખુબ જ ખરાબ રહ્યો. સવારે બજાર લાલ નિશાન  સાથે ખુલ્યા અને આખો દિવસ હાહાકાર મચ્યા પછી લાલ નિશાન સાથે જ બંધ થયા. સેન્સેક્સમાં તો  800થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો જ્યારે નિફ્ટી પણ 250 પોઈન્ટ ગગડી ગયો. કાલે ટ્રેડિંગ બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ લગભગ 872.28 પોઈન્ટ તૂટીને 58773.87 ના સ્તરે બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 267.80 પોઈન્ટ ગગડીને 17490.70ના સ્તરે બંધ થયો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube