Stock Market Opening: જબરદસ્ત મોટા કડાકા સાથે ખુલ્યું બજાર, સેન્સેક્સ-નિફ્ટી ઊંધા માથે પછડાયા, જાણો કારણ
Stock Market Opening: વૈશ્વિક બજારમાં જોવા મળેલા મોટા કડાકાના પગલે અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેર બજારમાં કોહરામ મચી ગયો. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ સન્સેક્સ અને નિફ્ટી જબરદસ્ત ગગડી ગયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ આજે બજાર ખુલતાની સાથે જ 1,210.62 પોઈન્ટ તૂટીને 57623.25 ના સ્તરે ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 361.50 ના કડાકા સાથે 17197.40ના સ્તરે ખુલ્યો.

ફેડ ચેરમેનના નિવેદનથી તૂટ્યું બજાર
બીજી બાજુ ફેડ ચેરમેન જેરોમ પોવેલે મોંઘવારી પર આપેલા નિવેદનથી અમેરિકી બજારમાં ભારે કડાકો જોવા મળ્યો. ડાઉ ફ્યૂચર્સ 300 અંક તૂટ્યો જ્યારે SGX નિફ્ટીમાં 350 અંકોનો જબરદસ્ત ઘટાડો છે. વૈશ્વિક બજારની વાત કરીએ તો જાપાનનો નિક્કેઈ 3 ટકા તૂટ્યો છે. આ અગાઉ શુક્રવારે ડાઉ જોન્સ 1008 અંક તૂટીને દિવસન નીચલા સ્તરે બંધ થયો.
જાણો શું કહ્યું?
અત્રે જણાવવાનું કે સતત વધતી મોંઘવારી પર ફેડ ચેરમેને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મોંઘવારી પર કાબૂ મેળવવામાં સમય લાગશે. મોંઘવારી વિરુદ્ધ લડાઈ ચાલુ રહેશે. તેમણે આવનારા સમયમાં વ્યાજદરમાં પણ વધારાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે થોડા સમય માટે પોલીસી Restrictive રહી શકે છે.
ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં હાલ ટોપ ફાઈવમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, હિન્દાલ્કોના શેર જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સમાં ટોપ ફાઈવ લૂઝર્સમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, વિપ્રોના શેર જોવા મળે છે.
ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં બ્રિટાનિયા, નેસ્લે, એચયુએલ, એપોલો હોસ્પિટલના શેર જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં એચયુએલ અને નેસ્લેના શેર હાલ જોવા મળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube