Stock Market Opening: ગઈ કાલે અનેક ઉથલપાથલ બાદ આજે ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલતા રોકાણકારો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આજે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 155.47 પોઈન્ટના વધારા સાથે 58291.83 ના સ્તરે ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 35 પોઈન્ટના વધારા સાથે 17380.50 ના સ્તરે ખુલ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ ગેઈનર્સ
બજાર ખુલતા જ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, ભારતી એરટેલ, સિપ્લા, આઈશર મોટર્સના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ભારતી એરટેલ, રિલાયન્સ, એનટીપીસી, પાવર ગ્રિડ કોર્પોરેશન, લાર્સનના શેર જોવા મળી રહ્યા છે. 


ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં કોટક મહિન્દ્રા, મારુતિ સુઝૂકી, કોઈલ ઈન્ડિયા, ટાઈટન કંપની, બ્રિટાનિયાના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં હાલ ટોપ લૂઝર્સમાં મારુતિ સુઝૂકી, કોટક મહિન્દ્રા, નેસલે, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રાના શેર ટોપ પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube