COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Share Market Live Update: વૈશ્વિક બજારમાંથી મળેલા સારા પરિણામોના પગલે મંગળવારે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યા. ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી.  બજાર ખુલતા જ 30 અંકવાળો સેન્સેક્સ 181.58 પોઈન્ટના વધારા સાથે 59427.56 ના સ્તરે જોવા મળ્યો જ્યારે નિફ્ટી 57 પોઈન્ટની તેજી સાથે 17722.80 ના સ્તરે જોવા મળ્યો. 


ટોપ ગેઈનર્સ
નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં એપોલો હોસ્પિટલ, પાવર ગ્રિડ કોર્પો, એચડીએફસી લાઈફ, ભારતીય એરટેલ, રિલાયન્સના શેર જોવા મળી રહ્યા છે જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સના ટોપ ગેઈનર્સમાં પાવર ગ્રિડ કોર્પો, ભારતી એરટેલ, રિલાયન્સ, મારુતિ સુઝૂકી, એનટીપીસીના શેર જોવા મળી રહ્યા છે. 


ટોપ લૂઝર્સ
નિફ્ટી ટોપ લૂઝર્સમાં નેસ્લે, કોટક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો, ડો.રેડ્ડીઝ લેબ્સના શેર જોવા મળ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં હાલ નેસ્લે, કોટક મહિન્દ્રા, વિપ્રો, ટીસીએસના શેર જોવા મળી રહ્યા છે. 


વૈશ્વિક બજારમાં રોનક પાછી ફરી
બીજી બાજુ અનેક દિવસથી ચાલી રહેલી નબળાઈ બાદ વૈશ્વિક બજાર હવે મૂડમાં જોવા મળી રહ્યા છે. એશિયન બજારોમાં હળવી તેજી છે. SGX નિફ્ટી હળવી તેજી સાથે 17700ને પાર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. ચીન તરફથી ફોરેક્સ લિક્વિડિટી વધારવાના પગલા લેવાયા છે. યુરો, બ્રિટનના પાઉન્ડ પર દબાણ કાયમ છે. OPEC+ ના ઓક્ટોબરથી એક લાખ બેરલ પ્રતિ દિન ઉત્પાદન કાપના નિર્ણયથી ક્રૂડ ઓઈલમાં ઉછાળો આવ્યો છે. Brent Crude 95 ડોલર પ્રતિ બેરલ અને WTI 90 ડોલર પ્રતિ બેરલ નજીક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube