Stock Market Opening: શેરબજારમાં તેજીનો માહોલ, ધમાલ મચાવી રહ્યા છે આ બેંકના શેર
Stock Market Live Update: અમેરિકી બજાર દિવસના ટોપ લેવલ પર બંધ થવાની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. આજે બજાર ખુલતા જ 30 અંકવાળો સેન્સેક્સ અને 50 અંકવાળો નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યા. સવારે સેન્સેક્સ 357.53 ની તેજી સાથે 60,045.75 ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી પણ 125 પોઈન્ટની તેજી સાથે 17,923.35 ના સ્તરે ખુલ્યો હતો.

રેકોર્ડ લેવલથી હજુ દૂર
સેન્સેક્સ હાલ રેકોર્ડ લેવલથી ખુબ દૂર છે. આ અગાઉ 19 ઓક્ટોબર 2021ના રોજ સેન્સેક્સ 62245.43 ના રેકોર્ડ લેવલ પર ખુલ્યો હતો. અત્યારે બજારની લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો સવારે 10.25 વાગે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 309.43 પોઈન્ટની તેજી સાથે 59997.65ના સ્તરે જોવા મળી રહ્યો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 105.50ની તેજી સાથે 17904.30ના સ્તરે જોવા મળી રહ્યો છે.
ટોપ ગેઈનર્સ
નિફ્ટીના ટોપ ગેઈનર્સમાં શ્રી સિમેન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, યુપીએલ, એચયુએલના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, એચયુએલ, એસબીઆઈ, એનટીપીસી, ટાટા સ્ટીલના શેર ધમાલ મચાવી રહ્યા છે.
ટોપ લૂઝર્સ
નિફ્ટી ટોપ લૂઝર્સમાં બજાજ ફિનસર્વ, કોઈલ ઈન્ડિયા, બીપીસીએલ, ભારતી એરટેલ, લાર્સનના શેર છે જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, લાર્સન અને ટેક મહિન્દ્રાના શેર હાલ જોવા મળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube