Stock Market Update: યુએસ ફેડના એક નિર્ણયથી શેરબજાર ખુશખુશાલ, સેન્સેક્સે 56 હજાર પોઈન્ટની સપાટી કૂદાવી
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 519.99 પોઈન્ટના વધારા સાથે 56336.31 પોઈન્ટ સાથે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 139.80 પોઈન્ટના વધારા સાથે 16781.60 પોઈન્ટના સ્તરે ખુલ્યો.
Market Open: યુએસ ફેડ રિઝર્વ તરફથી વ્યાજદરમાં કરાયેલા 75 બેસિસ પોઈન્ટના વધારા અને ગ્લોબલ માર્કેટમાથી મળેલા પોઝિટિવ સંકેત બાદ આજે ભારતીય શેરબજારો તેજી સાથે ખુલ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 519.99 પોઈન્ટના વધારા સાથે 56336.31 પોઈન્ટ સાથે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 139.80 પોઈન્ટના વધારા સાથે 16781.60 પોઈન્ટના સ્તરે ખુલ્યો.
ટોપ ગેઈનર્સ અને ટોપ લૂઝર્સ
શરૂઆતમાં સેન્સેક્સના 30માંથી 28 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. આ ઉપરાંત નિફ્ટીમાં મુખ્ય ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ અને ટેક મહિન્દ્રાના શેર જોવા મળ્યા જ્યારે ટોપ લૂઝર્સમાં ટાટા મોટર્સ, સન ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને નેસ્લે ઈન્ડિયાના શેર જોવા મળ્યા.
યુએસ ફેડ રિઝર્વે વ્યાજદરમાં કર્યો વધારો
યુએસ ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં 75 બિસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો. સતત વધી રહેલી મોંઘવારી પર લગામ કસવા માટે યુએસ ફેડ તરફથી સતત ત્રીજીવાર વ્યાજદર વધારવાનો નિર્ણય લેવાયો. અત્રે જણાવવાનું કે 1980 બાદ મોંઘવારી રેકોર્ડ લેવલ પર પહોંચ્યા બાદ આ નિર્ણય લેવાયો.
આ અગાઉ જૂનમાં યુએસ ફેડે 28 વર્ષનો સૌથી વધુ વધારો કર્યો હતો. જૂનમાં કરાયેલા વધારા બાદ પણ મોંઘવારી પર લગામ ન લાગતા એકવાર ફરીથી વધારો કરાયો. જાણકારો તરફથી પહેલેથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે ફેડ તરફથી ફરીથી 75 બેસિસ પોઈન્ટનો વધારો થશે.
ત્યારબાદ અમેરિકી શેરબજાર ઉત્સાહી જોવા મળ્યું અને બજારમાં શાનદાર તેજી જોવા મળી. ત્યારબાદ ડાઉ જોન્સ 436 અંક અને નાસડેક 470 અંકની તેજી સાથે બંધ થયા. અમેરિકી બજારોમાં તેજીથી SGX નિફ્ટી પણ 100 અંકના ઉછાળા સાથે 16750 પાર ગયો. ફેડ ચેરમેન જેરોન પોવેલે આર્થિક મંદીથી ઈન્કાર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube