મુંબઇ: સોમવારે શેર બજારમાં નવા સસ્ત્રના કારોબારની શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થઇ હતી. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ)ના 31 શેરોના સંવેદી ઇંડેક્સ સેંસેક્સ 13.21 પોઈન્ટ તૂટીને 36,456.22 પર ખુલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના સંવેદી ઇંડેક્સ નિફ્ટી 16.9 પોઇન્ટના ઘટાડા સાથે 10,876.75 પર ખુલ્યો. 9:29 વાગે સેંસેક્સના કુલ 31માંથી 23 શેર લાલ નિશાનમાં પહોંચી ચૂક્યા હતા જ્યારે નિફ્ટી પર 50માંથી 39 શેર ડાઉન ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયના સેંસેક્સના જે શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. તેમાં ટોપ 10 શેયર્સ ક્રમશ: યસ બેંક (3.15%), હીરો મોટો કોર્પ (2.18), ટાટા સ્ટીલ (2.11%), આઇસીઆઇસીઆઇ બેંક (1.81%), ઇંડસઇંડ બેંક (1.60%), ભારતી એરટેલ (1.54%), મહિંદ્વા એન્ડ મહિંદ્વા (1.18%), ટાટા મોટર્સ (1.18%), પાવર ગ્રિડ (1.10%) અને એક્સિસ બેંક (1.03%) રહ્યા. તો બીજી તરફ ઘટાડાવાળા ટોપ 10 શેરમાં યસ બેંક 3.29%, હીરો મોટો કોર્પના શેર 2.54%, ઝી એન્ટરટેનમેંટના શેર 2.30%, હિંદુસ્તાન પેટ્રોલિયમના શેર 2.20%, આઇસીઆઇસીઆઇ બેંકના શેર 1.85%, ભારતી એરટેલના શેર 1.72%, હિંડાલ્કોના શેર 1.47%, ઇંડસઇંડ બેંકના શેર 1.43% અને ગેલના શેર 1.33% સુધી તૂટી ગયા. 


9:35 સુધી સેંસ્કેસના જે શેરોમાં મજબૂતી જોવા મળી, તેમાં બજાજ ઓટો 1.73%, ઓએનજીસી 1.72%, રિલાયન્સ 1.18%, એચસીએલ ટેક 0.86%, વેદાંતા 0.71, કોલ ઇંડિયા 0.38%, હિંદુસ્તાન લીવર 0.29%, એચડીએફસી બેંક 0.20%, ટીસીએસ 0.11 સુધી ચઢી ગયા. તો બીજી તરફ નિફ્ટી પર જે શેર મજબૂત થઇ શક્યા હતા, તેમાં ટાઇટન 4.84%, ઓએનજીસી 1.76%, બજાજ ઓટો 1.10%, ડો રેડ્ડી 0.99%, એચસીએલ ટેક 0.91, રિલાયન્સ 0.89%, વેદાંતા 0.80%, વિપ્રો 0.78%, કોલ ઇન્ડીયા 0.29% અને એચડીએફસી બેંક 0.25% સુધી ઉછળ્યા હતા. 


માર્કેટમાં નરમાઇનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે 9:41 વાગે નિફ્ટી આઇટીને બાદ કરતાં નિફ્ટીના બધા સેક્ટોરલ ઇંડિસેઝ લાલ નિશાનમાં હતા. આ દરમિયાન સેંસેક્સ 144.41 પોઇન્ટ (0.40%)નો ઘટાડો 36,325.02 જ્યારે નિફ્ટી 41.35 પોઇન્ટ (0.38%) તૂટીને 10,852.30 પર હતો.