મુંબઇ: ભારતીય શેર બજારમાં રેકોર્ડબ્રેક તેજી બાદ ભારે ઘટાડો જોવા મળ્યો રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજના સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટી પર રેકોર્ડ ઉંચા પર ભારે વેચાવલી જોવા મળી છે જેના લીધે ઉપરી સ્તરથી સેન્સેક્સમા6 2100 પોઇન્ટથી વધુ ઘટાડો જોવા મળ્યો અને નિફ્ટી પણ ઉપરી સ્તરથી 440 પોઇન્ટથી વધુ તૂટી ગયો. સેન્સેક્સએ દિવસ દરમિયાનના કારોબારમાં 47055ના સ્તરને અડક્યો હતો પરંતુ જેવી જ વેચાવલી હાવી થઇ તો સેન્સેક્સ તૂટીને 44923ના સ્તર પર આવી ગયો. હાલ સેન્સેક્સ 1127 પોઇન્ટના ઘટાડા સાથે 45833 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Today Gold Price: ચાંદીમાં ભાવમાં થયો 2000 રૂપિયાનો ઉછાળો, સોનું પણ થયું મોંઘું


નિફ્ટીની વાત કરીએ તો તેણે દિવસના કારોબારમાં રેકોર્દ 13777ની ઉંચાઇને આંબી હતી પરંતુ જેવી જ વેચાવલી હાવી થઇ તો નિફ્ટી પણ 13333 ના નીચલા સ્તર પર આવી ગયો અને હાલ 370 પોઇન્ટના ઘટાડા સાથે 13389 ના ઘટાડા સાથે ટ્રેંડ કરી રહ્યો છે. 


જોકે કારોબારના અંતમાં સેન્સેક્સ 1406 પોઇન્ટના ઘટાડા સાથે 45,553.96 ના સ્તર પર બંધ થયું, તો નિફ્ટી 432 તૂટીને 13,328.40ના સ્તર પર બંધ થયો હતો.

30 શેરોવાળા બીએસઇના બેંચમાર્ક ઇંડેક્સ સેન્સેક્સના તમામ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યો છે. બજારમાં ભારે ઘટાડાથી રોકાણકારોના એક ઝાટકે 6 લાખ કરોડ રૂપિયાથી વધુ ડૂબી ગયા છે. 


યૂરોપમાં કોરોનાના કહેર વધુ ઘાતક થતાં દુનિયાભરના શેર બજારોમાં ભારે વેચાવલી જોવા મળી રહી છે અને તેની સીધી અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે. યૂરોપમાં નવા પ્રકારનો કોરોના વાયરસ સમે આવ્યો છે જેથી પહેલાંના મુકાબલે તે વધુ ઘાતક અને ઝડપથી ફેલાનાર વાયરસ ગણવામાં આવી રહ્યો અને તેના લીધે યૂરોપના ઘણા દેશોમાં લોકડાઉનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ વાયરસના લીધે યૂરોપની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડવાની આશંકા છે, જેના લીધે શેર બજારોમાં ભારે વેચાવલી જોવા મળી રહી છે અને ભારતીય શેર બજારો પર તેની અસર પડી રહે છે. યૂરોપના શેર બજાર ખુલતાં જ 4-5 ટકા સુધી તૂટી ગયું છે અને યૂરોપીય બજાર ખુલતાં જ ભારતીય શેરબજારમાં વેચાવલી જોવા મળી હતી. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube