Stock Market: માત્ર 11 જ મહિનામાં 3 ગણી કરી દીધી રકમ, આ શેર છે કે સોનાની ખાણ
Stock Market: શેર બજારમાં રોકાણ કરતા લોકો માટે આ સમાચાર જાણવા જેવા છે. શું તમે આ શેર વિશે જાણો છો, જેણે થોડા જ મહિનાઓમાં રોકાણકારોને કરાવી દીધી છે ત્રણ ઘણી કમાણી...જાણો વિગતવાર...
Stock Market: શેરબજારમાં હાલમાં જબરદસ્ત તેજી ચાલી રહી છે. સિગ્નેચર ગ્લોબવ ઇન્ડિયા લિમિટેડના શેરે છેલ્લા 11 મહિનામાં રોકાણકારોની રકમને 3 ગણી કરી દીધી છે. આ સ્ટોકનું બજારમાં લિસ્ટિંગ સપ્ટેમ્બર 2023માં થયું હતું. રિયલ સેક્ટર સાથે જોડાયેલી આ કંપની સિગ્નેચર ગ્લોબલ ઈન્ડિયાના શેર લિસ્ટિંગ બાદ રોકેટની જેમ દોડી રહ્યાં છે.
આ કંપનીના શેરમાં રોકાણકારોએ જે તે સમયે એક લાખ રોકીને પૈસા હોલ્ડ કર્યા હશે તો આજે એ રૂપિયા 3 લાખ થઈ ગયા હશે. સિગ્નેચર ગ્લોબલ ઈન્ડિયાનો આઈપીઓ સપ્ટેમ્બર 2023માં લોન્ચ થયો હતો. કંપનીનો પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર દીઠ 366થી 385 રૂપિયા હતો. બીએસઈ એનએસઈ પર આ શેરનું લિસ્ટિંગ 27 સપ્ટેમ્બરના રોજ થયું હતું. એ જ દિવસે આ શેરે રોકાણકારોને 15 ટકા વળતર આપ્યું હતું.
સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયા બાદ આ સ્ટોકમાં જબરદસ્ત તેજી આવી છે. લિસ્ટિંગના દિવસે આ શેરનો ભાવ 458 રૂપિયા હતો. 14 ઓગસ્ટ 2024ના રોજ આ શેરનો ભાવ 1490 રૂપિયાએ પહોંચ્યો છે. સિગ્નેચર ગ્લોબલ ઈન્ડિયાનો આ શેર 52 વીક હાઈએસ્ટ ભાવ જોઈએ તો 1575 રૂપિયા છે. જ્યારે 52 વીકમાં સૌથી લો 385 રૂપિયા છે. સિગ્નેચર ગ્લોબલ ઇન્ડિયાનું માર્કેટકેપ હાલમાં 20,994 કરોડ રૂપિયા છે. જ્યારે શેરની ફેસ વેલ્યું 1 રૂપિયો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા કોને શેરમાં રોકાણની સલાહ આપતું નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં તમારે નિષ્ણાતની સલાહ અચૂક લેવી જોઈએ.)