Income Tax Rules: શું તમે પણ શેર બજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે જાણવા અતિઆવશ્યક છે. કારણકે, શેરબજારમાં રોકાણ કરનારાઓ પર એક તરફ સેબી તો બીજી તરફ આઈટીની નજર છે. ખાસ કરીને ગુજરાતના આઈટી વિભાગે શેરબજારમાં ગેરરીતિ આચરનારા લોકોને લઈને કડક વલણ અપનાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે નહીં ચલાવી લેવામાં આવે પહેલીની જેમ લાલિયાવાડી. બજારમાં આઘી પાછી કરીને રૂપિયાની ઉચાપત કરનારાઓની હવે ખૈર નથી.


શેરબજારમાં સોદા કરતા લોકોને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નોટિસો ફટકારી છે. કરદાતાઓએ જે કંપનીના શેર ખરીઘા-વેચ્યા હોય અને તેમાં મેળવેલા ફાયદા વિશેની વિગતો આપવા માટે ડિપોર્ટમેન્ટે સાત દિવસનો સમય આપ્યો છે.


શેર બજારમાં જે કંપનીમાં રોકાણ કર્યું હોય તેનો સંપૂર્ણ રિપોર્ટ વિભાગે માગ્યો છે, જેમાં એન્યુઅલ ફાઇનાન્શિયલ રિપોર્ટ, પ્રોફિટ લોસ એકાઉન્ટ, બેલેન્સ સીટ, કંપનીએ કરેલો નકો. વોલ્યુમ. કંપનીનો છેલ્લાં


10 વર્ષનો એન્યુઅલ રિપોર્ટનો સમાવેશ થાય છે. કરદાતાએ જે કંપનીમાં રોકાણ કર્યું હોય તે કંપનીઓના હિસાબો અને તેણે હાલમાં કેટલો નફો લીધો છે તેની વિગતો પણ નોટિસમાં માગવામાં આવી છે.


કરદાતાઓ પાસે લોંગ ટર્મ કેપિટલ ગેઈનના હિસાબો પણ માગવામાં આવ્યા છે. કરદાતાઓએ શેર બજારમાં કરેલા સોદાની વિગતો આપવા માટે માત્ર સાત દિવસનો સમય આપવામાં આવ્યો હોવાથી ઘણા કરદાતાઓએ જૂના વ્યવહારોની વિગતો શોધવાનું શરૂ કરી દીધું છે.