• કંપની કરશે બોનસ શેરની લ્હાણી

  • સરકારી કંપની આપશે બોનસ શેર

  • શેર અચાનક બની ગયો રોકેટ

  • શેર લેવા માટે તૂટી પડ્યા રોકાણકારો


Bonus Share News: સામાન્ય રીતે કોઈ પણ કંપની દ્વારા શેર પર બોનસ આપવામાં આવે તો રોકાણકારો ખુબ ઉત્સાહમાં આવી જતા હોય છે. કારણકે, રોકાણકારોને કંપનીઓ ક્યારેક જ આવો મોકો  આપતી હોય છે. એવામાં સ્માર્ટ ઈન્વેસ્ટર્સ ઝડપી લે છે તક. શું તમે પણ એક સ્માર્ટ ઈન્વેસ્ટર છો તો આ તક તમારા માટે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીહાં, આ સરકારી કંપની દ્વારા શોર્ટ ટાઈમમાં આપવામાં આવશે એક પર એક શેર ફ્રી. હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી. 30 સપ્ટેમ્બર 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક માટે કંપનીના કારોબારી પરિણામો પર વિચાર, અપ્રૂવલ અને રેકોર્ડ ડેટ લેવા માટે અપ્રૂવલને આધિન, કંપનીના શેરધારકોને બોનસ શેર આપવાનો પ્રસ્તાવ સામેલ હશે.’


બેઠકમાં લેવાશે મોટા નિર્ણયોઃ
અહીં વાત થઈ રહી છે સરકારી કંપની NMDC ની...એનએમડીસી સરકારની એક જાણીતી કંપની છે. સરકારી કંપની NMDCએ એક્સચેન્જ ફાઇલિંગમાં મોટી જાણકારી આપી છે. કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યું છે કે, તે બોનસ શેર આપવા અંગે વિચાર કરવા માટે 11 નવેમ્બરે બેઠક કરશે. એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, ‘સૂચિત કરવામાં આવે છે કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરની મીટિંગ સોમવાર, 11 નવેમ્બર 2024ના રોજ આયોજિત કરવામાં આવશે. આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. 


પાછલા 16 વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે જ્યારે કંપની બોનસ શેર આપવા અંગે વિચાર કરી રહી છે. તેની પહેલા NMDCએ બોનસ શેર વર્ષ 2008માં આપ્યા હતા, જ્યારે તેણે રોકાણકારો પાસે રહેલા દરેક શેરના બદલે 2 બોનસ શેર આપ્યા હતા. આ વચ્ચે, NMDCએ વર્ષ 2016, 2019 અને 2020માં પોતાના ઇક્વિટી શેરોનું બાયબેક કર્યું છે. NMDCના શેરની હાલ ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. NMDC 11 નવેમ્બરે સપ્ટેમ્બર ત્રિમાસિક માટે પોતાની કમાણી પણ જાહેર કરશે.


હાલ કેટલો ચાલી રહ્યો છે આ શેરનો ભાવ?
NMDCના શેર 3.4 ટકા વધીને 234.22 રૂપિયા પર બિઝનેસ કરી રહ્યા છે. વર્ષ 2024માં અત્યાર સુધી શેરમાં 11 ટકાની તેજી આવી છે. આ શેર આજે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પર સૌથી વધુ નફો કમાનારમાંથી એક છે. બોનસ શેર પર વિચારના એલાન બાદ NMDC લિમિટેડના સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે. માર્કેટ બંધ થવાની ગણતરીની મિનિટો પહેલા સ્ટોર 3.62 ટકાની તેજી આવી ગઈ છે. અત્યાર સુધી સ્ટોરમાં 8.20 પોઇન્ટ્સની તેજી જોવા મળી છે. સ્ટોર પરફોર્મન્સની વાત કરીએ તો 1 અઠવાડિયામાં 3.77 ટકા, 3 મહિનામાં 4.57 ટકા, 1 વર્ષમાં 47.14 ટકા અને 3 વર્ષમાં 64.83 ટકાનું રિટર્ન આપ્યું છે. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી સ્ટોકે 11.97 ટકા રિટર્ન આપ્યું છે.