Stock Market Update: આજે કયા કારણોસર શેર બજારમાં જોવા મળ્યો ઘટાડો, સેન્સેક્સ 55 હજારની નીચે લપસ્યો
Stock Market Updates: બીજી તરફ વૈશ્વિક બજારમાંથી ખૂબ જ ખરાબ સંકેતો મળી રહ્યા છે. યુએસ માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ડાઉ જોન્સ દિવસના તળિયે 640 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. આ સિવાય, S&P 500 2.5 ટકા સુધી ઘટ્યો અને Nasdaq 2.75% ઘટીને બંધ થયો.
Stock Market Updates: વૈશ્વિક બજારના ખરાબ સંકેતો પછી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યું છે. કારોબારની શરૂઆતમાં 30 અંકવાળા સેન્સેક્સ 55 હજારની નીચે 54,760.25 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે, 50 પોઈન્ટ વાળો નિફ્ટી 16,283.95 ના સ્તર પર ખુલ્યો. શરૂઆતના વેપારમાં સેન્સેક્સના 30માંથી 28 શેર લાલ નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
યુએસ માર્કેટમાં ભારે ઘટાડો
બીજી તરફ વૈશ્વિક બજારમાંથી ખૂબ જ ખરાબ સંકેતો મળી રહ્યા છે. યુએસ માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ડાઉ જોન્સ દિવસના તળિયે 640 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. આ સિવાય, S&P 500 2.5 ટકા સુધી ઘટ્યો અને Nasdaq 2.75% ઘટીને બંધ થયો. અમેરિકામાં મે મહિનામાં ફુગાવાનો દર 8.3 ટકા રહેવાનો અંદાજ છે.
ગુરુવારે શેરબજારની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે શેરબજારમાં છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનના ઘટાડાનો ટ્રેન્ડ સમાપ્ત થયો હતો અને તે લીલા નિશાન સાથે બંધ થયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 427.79 પોઈન્ટ વધીને 55,320.28 પોઈન્ટ પર પહોંચ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 121.85 પોઈન્ટના વધારા સાથે 16,478.10 પર બંધ રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube