ભારતના શેરબજારમાં આઈપીઓની ધૂમ મચેલી છે. ઈવાય ઈન્ડિયાના રિપોર્ટ મુજબ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 111 કંપનીઓના આઈપીઓએ એન્ટ્રી કરી. આ આઈપીઓ દ્વારા કંપનીઓએ બંપર રકમ ભેગી કરી. આ સંખ્યા છેલ્લા બે દાયકામાં સૌથી વધુ છે. રિપોર્ટ મુજબ ભારતનો ગ્લોબલ આઈપીઓ માર્કેટમાં દબદબો વધી રહ્યો છે. ત્રીજા ત્રિમાસિકમાં દુનિયાભરમાં જેટલા પણ આઈપીઓ આવ્યા તેમાંથી 36 ટકા ભારતથી હતા. આ મામલે ભારતે અમેરિકા (13%)ને પણ પાછળ છોડી દીધુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનબીટીના રિપોર્ટ મુજબ ઈવાય ઈન્ડિયાના માર્કેટ્સ લીડર પ્રશાંત સિંઘલે જણાવ્યું છે કે ભારતીય આઈપીઓ બજારની આ શાનદાર રફતાર પૂંજી બજારોની વધતી પરિપકવતા અને વધતા રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. તેમણે કહ્યું કે આપણે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના રોકાણકારોથી મજબૂત ભાગીદારી જોઈ રહ્યા છે એ રીતે ભારત એવી કંપનીઓ માટે એક મનગમતી જગ્યા તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે જે સાર્વજનિક  થવા માંગે છે. 


કંપનીઓએ આઈપીઓથી કેટલી મૂડી ભેગી કરી?
રિપોર્ટમાં કહેવાયું છે કે મુખ્ય અને SME બંને બજારોમાં આઈપીઓ ગતિવિધિમાં તેજી જોવા મળી છે. મેઈન માર્કેટમાં 27 આઈપીઓ આવ્યા. જે ગત વર્ષના સમાન ત્રિમાસિકની સરખામણીમાં 29 ટકા વધુ છે. આ આઈપીઓ દ્વારા કંપનીઓએ 428.5 કરોડ ડોલર ભેગા કર્યા. આ ગત વર્ષની સરખામણીમાં 142% વધુ છે. જ્યારે SME સેગમેન્ટમાં 84 આઈપીઓ દ્વારા 39.8 કરોડ ડોલર ભેગા કર્યા. 


EY India ના જણાવ્યાં મુજબ 2024ના ત્રીજા ત્રિમાસિકમાં મુખ્ય અને SME બંને બજારોમાં અસાધારણ ગ્રોથ જોવા મળ્યો છે. મુખ્ય બજારમાં 27 આઈપીઓ આવ્યા જે 2023ના ત્રીજા ત્રિમાસિકમાં 21 IPOની સરખામણીમાં 29%નો ગ્રોથ છે. SME સેગમેન્ટે 84 આઈપીઓ સાથે મજબૂત ગતિ જાળવી રાખી. 


2024ના ત્રીજા ત્રિમાસિકમાં ભારતના મુખ્ય બજારમાં  27 IPO આવ્યા જ્યારે ગત ત્રિમાસિકમાં 13 આઈપીઓ આવ્યા હતા. બજારના શાનદાર પ્રદર્શનનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે આઈપીઓએ વર્ષ દર વર્ષ 65.3% રિટર્ન આપ્યું છે. આ રિટર્ન સેન્સેક્સના 14.9% ના રિટર્નથી ઘણું સારું છે. 


કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, ડાયવર્સિફાઈડ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ, રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, અને કન્સ્ટ્રક્શન સેક્ટર મુખ્ય અને SME બંને જ બજારોમાં આઈપીઓ ગતિવિધિનું નેતૃત્વ કરી રહ્યા છે. 


કયા પ્રમુખ આઈપીઓ આવ્યા
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ (781.16 મિલિયન ડોલર), ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી (732.25 મિલિયન ડોલર), અને ફર્સ્ટ ક્રાય (499.45 મિલિયન ડોલર) ત્રીજા ત્રિમાસિક માટે કેટલાક પ્રમુખ આઈપીઓમાંથી મુખ્ય હતા.