Stock Market News : આમ તો શેર માર્કેટમાં શનિવારે રજા હોય છે. પરંતુમાં જાન્યુઆરી 2024 માં એક શનિવારે ટ્રેડિંગ થશે. હકીકતમાં, ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર સ્વીચ કરવા માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ 2 ખાસ લાઈવ સેશન આયોજિત કરવા જઈ રહ્યું છે. પહેલુ સેશન સવારે 9.15 કલાકે શરૂ થશે. તે સવારે 10.00 કલાકે પૂર્ણ થશે. તો બીજુ સેશન સવારે 11.30 કલાકે શરૂ થશે. જે 12.30 કલાકે બંધ થશે. આ લાઈવ સેશન 20 જાન્યુઆરી, 2024 શનિવારના રોજ આયોજિત કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેનો હેતુ શું છે
હકીકતમાં આ ટ્રેડિંગ સેશનના માધ્યમથી સ્ટોક એક્સચેન્જ ડિઝાઝસ્ટર રિકવરી સાઈટનું ટ્રાયલ કરશે. તેનો હેતુ વિષમ પરિસ્થિતિમાં કોઈ બાધા વગર ટ્રેડિંગ ચાલુ રાખવાનું છે. સરળ ભાષામાં કહીએ તો, કોઈ સાયબર એટેક, સર્વર ક્રેશ કે વિષમ સ્થિતિમાં ટ્રેડિંગ ડિઝાઝસ્ટર રિકવરી સાઈટ પર કરી શકાશે. તેમાં માર્કેટ અને ઈન્વેસ્ટર્સની સ્થિરતા બની રહેશે. 


સરક્યુલરમાં અપાઈ માહિતી
એનએસઈએ આ સંબંધે એક સરક્યુલર જાહેર કર્યું છે. આ સરક્યુલરમાં ટ્રેડિંગ સેશન વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે, 20 જાન્યુઆરીના રોજ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં પ્રાઈમરી સાઈટના ડિઝાઝસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રા ડે સ્વીચની સાથે એક્સપર્ટ લાઈવ ટ્રેડિંગ સેશન પણ આયોજિત કરવામાં આવશે. 


આ વાતોનું રાખવું ખાસ ધ્યાન - NSE અને BSEના જણાવ્યા અનુસાર, ડેરિવેટિવ પ્રોડક્ટ્સ સહિત બધી જ સિક્યોરિટીઝ માટે મહત્તમ પ્રાઇસ બેન્ડ 5% રહેશે. જેના કારણે જે સિક્યોરિટીઝ 2% અથવા તેનાથી નીચેના બેન્ડમાં છે, એ જે તે બેન્ડમાં યથાવત રહેશે. ક્લોઝ-એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ 5%ના પ્રાઇસ બેન્ડનું પાલન કરશે. આ દિવસે ફ્યુચર કોન્ટ્રાકટ 5%ની રેન્જમાં ટ્રેડ થશે. આ દિવસે સિક્યોરિટીઝ અથવા ફ્યુચર કોન્ટ્રાકટમાં કોઈ ફ્લેક્સીબલીટી નહીં રહે.