નવી દિલ્હીઃ Stationary Stocks to buy: શેર બજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. મિડલ ઈસ્ટમાં તણાવથી શેર બજારમાં ભૂકંપ આવ્યો છે. બજારમાં મંદીના માહોલ વચ્ચે મંગળવારે સ્ટેશનરી સ્ટોક્સ (Stationary Stock)માં તેજી જોવા મળી હતી. બ્રોકિંગ ફર્મ નુવામા (Nuvama)એ પણ સ્ટેશનરી શેર DOMS Industries અને Flair Writing Industries પર કવરેજની શરૂઆત કરી છે. નુવામા પ્રમાણે ભારતીય સ્ટેશનરી અને આર્ટ્સ ઈન્ડસ્ટ્રીઝમાં 13 ટકાના કમ્પાઉન્ડિંગ ગ્રોથનું અનુમાન છે. બ્રોકરેજે હાઉસે સ્ટેશનરી સ્ટોક્સમાં બાયની સલાહ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DOMS અને  Flair પર કવરેજની શરૂઆત
નુવામાના રિપોર્ટ પ્રમાણે સ્ટેશનરી અને રાઇટિંગ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ સૌથી મોટું માર્કેટ છે. રાઇટિંગ ઈન્સ્ટ્રૂમેન્ટ્સમાં 16 ટકાના કમ્પાઉન્ડિંગ ગ્રોથનું અનુમાન છે. બ્રોકરેજે કહ્યું- પરંતુ તેમાં થોડું જોખમ પણ છે. ડિજિટલાઇઝેશન, વધતી સ્પર્ધા, અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરથી ખતરો છે. તો રો મટિરિયલ કિંમતોમાં ઉતાર-ચઢાવનું જોખમ પણ છે.


DOMS Share Target Price
નુવામાએ ગુજરાતી કંપની  DOMS પર BUY રેટિંગની સાથે કવરેજની શરૂઆત કરી છે. બ્રોકરેજ પ્રમાણે  ITC બાદ DOMS નો 12 ટકા માર્કેટ શેર છે. આવકમાં 25 ટકા અને નફામાં 35 ટકા ગ્રોથનું અનુમાન છે. ડાઇવર્સિફાઇડ પ્રોડક્ટ ઓફરિંગ અને વેલ્યૂ ચેન મજબૂતથી ફાયદો થશે, રિટર્ન રેશિયો મજબૂત છે. તેના શેરની ટાર્ગેટ પ્રાઇઝ 1944 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે જે 50x FY26E EPS છે. શેર 3.97 ટકાના વધારા સાથે 1755.80 રૂપિયાના સ્તર પર છે.


આ પણ વાંચોઃ 38 રૂપિયા પર આવ્યો હતો સોલર કંપનીનો IPO,દોઢ વર્ષમાં 1700ને પાર પહોંચ્યો શેર


Flair Share Target Price
Nuvama પ્રમાણે Flair નું ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક મજબૂત છે. Flair Writing પર ખરીદીની સાથે કવરેજની શરૂઆત કરી છે. નફામાં 15 ટકાના ગ્રોથનું અનુમાન છે અને ડેટ રિપેમેન્ટ પર નજર છે. શેરની ટાર્ગેટ પ્રાઇઝ 463 રૂપિયા પ્રતિ શેર છે, જે 24x FY26E EPS છે. બીએસઈ પર આજે આ શેર 300 રૂપિયા આસપાસ કારોબાર કરી રહ્યો હતો.


(ડિસ્ક્લેમરઃ આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)