Stocks to BUY: સાત સપ્તાહની સતત તેજી બાદ આ સપ્તાહે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. પરંતુ ઈન્ટ્રાડેમાં તેણે ન્યૂ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે. બજાર માટે શોર્ટ ટર્મ ટ્રેન્ડ અને મોમેન્ટમ પોઝિટિવ બનેલો છે. ઇઉમીડિએટ આધાર પર કંસોલિડેશન જોઈ શકાય છે. જો તમે પણ શોર્ટ ટર્મના ઈન્વેસ્ટર છો તો બ્રોકરેજે 3 મહિનાની દ્રષ્ટિએ એક સ્મોલકેપ ફાર્મા સ્ટોકને પસંદ કર્યો છે. કંપનીનું નામ છે સુપ્રિયા લાઇફસાયન્સ અને આ શેર 297 રૂપિયા (Supriya Lifescience Share Price)પર બંધ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Supriya Lifescience Share Price Target
SBI સિક્યોરિટીઝે આ સ્ટોકમાં 3 મહિનાની દ્રષ્ટિએ ખરીદીની સલાહ આપી છે. શુક્રવારે આ સ્ટોકમાં સાતા સાત ટકાની તેજી જોવા મળી હતી. તેવામાં થોડા કરેક્શનની રાહ જુઓ. 278-284 રૂપિયાની રેન્જમાં બ્રોકરેજે ખરીદીની સલાહ આપી છે. શોર્ટ ટર્મનો ટાર્ગેટ 309 રૂપિયા આપવામાં આવ્યો છે. આ 10 ટકા વધુ છે. નોંધનીય છે કે ડિસેમ્બર 2021માં તેનો આઈપીઓ આવ્યો હતો, જેની ઈશ્યૂ પ્રાઇઝ 274 રૂપિયા હતી. 


Supriya Lifescience Share Price History
સુપ્રિયા લાઇફસાયન્સનો શેર આ સપ્તાહે 297 રૂપિયા પર બંધ થયો. આ સપ્તાહે શેર 276થી 297 રૂપિયા સુધી પહોંચ્યો છે. 52 વીકનો હાઈ 310 રૂપિયા અને લો 170 રૂપિયા છે. આ તેનો ઓલ ટાઈમ લો પણ છે. ઓલ ટાઈમ હાઈ 602 રૂપિયાનો છે. સ્ટોકના પ્રદર્શનની વાત કરીએ તો આ સપ્તાહે શેરમાં 7.75 ટકા, એક મહિનામાં 18 ટકા, ત્રણ મહિનામાં 7.15 ટકા અને આ વર્ષે 26 ટકાનો વધારો થયો છે.


આ પણ વાંચોઃ ક્રિસમસ બાદ ઓપન થશે આ IPO, ગ્રે માર્કેટમાં મચાવી છે જબરદસ્ત ધમાલ, કિંમત 52 રૂપિયા


શું કરે છે કંપની?
સુપ્રિયા લાઇફસાયન્સ API એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિએન્ટ બનાવે છે. બેકવર્ડ ઈન્ટીગ્રેટેડ બિઝનેસ મોડલ છે. 86થી વધુ દેશોમાં તેની હાજરી છે. FY23 માં 80% રેવેન્યૂ એક્સપોર્ટથી આવ્યું હતું. કંપનીની પાસે 38 APIs ની નીશ પ્રોડક્ટ બાસ્કેટ છે. વર્તમાનમાં કંપનીની એક લેબ ઓપરેશનમાં છે. Q3 માં બીજી લેબ ઓપરેશનમાં આવવાની આશા છે. કંપનીનું ક્વાર્ટર 2નું પરિણામ સારૂ રહ્યું હતું. 


Supriya Lifescience Share ની વેલ્યુએશન એટ્રેક્ટિવ 
બ્રોકરેજે કહ્યું કે 281 રૂપિયાના આધાર પર સુપ્રિયા લાઇફસાયન્સના શેર  FY24/FY25 ની અંદાજિત કમાણી (EPS) ના મુકાબલે 20.2x/16.5x મલ્ટીપલ (P/E) પર છે જે આકર્ષક વેલ્યુએશન છે. તેવામાં શોર્ટ ટર્મમાં ખરીદીની સલાહ છે.


(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube