30 દિવસની કમાણી માટે 3 જોરદાર Stocks, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ સહિત દરેક વિગત
Stocks to BUY: શેર બજારમાં રિકવરી જરૂર છે, પરંતુ સેન્ટિમેન્ટ ઉથલપાથલવાળું છે. આગામી 15-30 દિવસની દ્રષ્ટિએ બ્રોકરેજે 3 શેરને પોઝિશનલ ટ્રેડર્સ માટે પસંદ કર્યાં છે. આવો ટાર્ગેટ સહિત અન્ય વિગત જાણીએ.
Stocks to BUY: શેર બજાર માટે આ સપ્તાહ ખુબ હલચલ ભરેલું રહ્યું છે. 4 જૂને લોકસભા ચૂંટણી કાઉન્ટિંગના દિવસે ભારે સેલિંગ બાદ બજારમાં છેલ્લા બે કારોબારી સત્રથી તેજી છે. નિફ્ટી 22821.40 પોઈન્ટ સાથે બંધ થઈ છે. વીકેન્ડમાં મોદી 3.0 સરકાર બનવાની આશા છે. મંત્રીમંડળનું વિભાજન એનડીએ ગઠબંધનમાં કઈ રીતે થાય છે, બજારની નજર રહેશે. અત્યારે ઈન્વેસ્ટરોએ ક્વોલિટી પર ફોકસ કરવાની જરૂર છે. તમામ ફેક્ટર્સને ધ્યાનમાં રાખતા એક્સિસ ડાયરેક્ટે આગામી 15-30 દિવસની દ્રષ્ટિએ 3 શેરમાં ખરીદીની સલાહ આપી છે.
Indian Hotels Share Price Target
બ્રોકરેજે આગામી 30 દિવસની દ્રષ્ટિએ ઈન્ડિયન હોટલ્સના શેરમાં ખરીદીની સલાહ આપી છે. બે દિવસથી ત્યાં સારી તેજી છે. આ શેર 584.65 રૂપિયા પર બંધ થયો છે અને આ રેન્જમાં ખરીદીની સલાહ છે. 638 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને 550 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. 4 એપ્રિલે આ સ્ટોકે 622 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. 4 જૂને તે શેર ઈન્ટ્રા ડેમાં 506 રૂપિયા સુધી નીચે ગયો હતો પરંતુ ક્લોઝિંગ 530 રૂપિયા પર રહ્યું હતું.
આ પણ વાંચોઃ વડીલો માટે ખુશખબર! દેશની સૌથી મોટી બેંકની વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત, જાણો
United Spirits Share Price Target
આગામી 15 દિવસની દ્રષ્ટિએ બ્રોકરેજે લિકર બનાવનારી કંપની United Spirits ને પસંદ કરી છે. આ શેર 1309 રૂપિયા પર બંધ થયો છે. 4 જૂને ઘટાડાના દિવસે પણ આ શેરમાં તેજી જોવા મળી હતી. આ શેર માટે 1510 રૂપિયાનો ટાર્ગેટ છે અને 1225 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે.
બ્રોકરેજે આગામી 15 દિવસની દ્રષ્ટિએ Mrs Bectors માં ખરીદીની સલાહ આપી છે. ઈન્ટ્રાડેમાં સ્ટોકે 1546 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો. 1810 રૂપિયાનો ટાર્ગેટ અને 1300 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. બે દિવસથી આ સ્ટોકમાં સારી તેજી જોવા મળી છે. 4 જૂને શેર સામાન્ય ઘટાડા સાથે 1267 રૂપિયા પર બંધ થયો હતો. ત્યાંથી બે દિવસમાં 280 રૂપિયા ઉપર ચઢી ગયો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)