7-8 સપ્તાહમાં તાબડતોડ કમાણી કરાવનાર 3 ધમાકેદાર Stocks
Stocks to BUY: શેરબજારનું સેન્ટિમેન્ટ અને વલણ થોડું નબળું પડી ગયું છે. આવી સ્થિતિમાં રોકાણકારોને પોઝિશનલ સોદા કરવાની સલાહ આપવામાં આવે છે. કેનેરા બેંક સિક્યોરિટીઝે આગામી 6-8 અઠવાડિયામાં તમારી કમાણી માટે 3 ગુણવત્તાયુક્ત સ્ટોક પસંદ કર્યા છે. તેમના માટે લક્ષ્ય અને સ્ટોપલોસની સંપૂર્ણ વિગતો જાણો.
Deepak Nitrite Share Price Target
Deepak Nitrite કેમિકલ સેક્ટરની દિગ્ગજ કંપની છે. આગામી 3-4 સપ્તાહની દ્રષ્ટિએ ખરીદો. 2805 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. પ્રથમ ટાર્ગેટ 3150 રૂપિયા અને બીજો ટાર્ગેટ 3300 રૂપિયાનો છે.
Deepak Nitrite Share Price
આ સપ્તાહે શેર 2930 રૂપિયાની રેન્જમાં બંધ થયો. 52 સપ્તાહનો હાઈ 3169 રૂપિયા અને લો 1921 રૂપિયા છે. આ સપ્તાહે શેર ફ્લેટ રહ્યો. બે સપ્તાહનું રિટર્ન 4 ટકા છે. એક મહિનામાં રિટર્ન નેગેટિવ 3 ટકા અને ત્રણ મહિનાનું રિટર્ન આશરે 30 ટકા છે.
Senco Gold Share Price Target
Senco Gold જ્વેલરી બનાવનારી દિગ્ગજ કંપની છે. આ શેર 1189 રૂપિયાના સ્તર પર છે. 1129 રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો છે. આગામી 7-9 સપ્તાહનો પ્રથમ ટાર્ગેટ 1271 રૂપિયા અને બીજો 1332 રૂપિયાનો છે.
Senco Gold Share Price
સેનકો ગોલ્ડ માટે 52 વીક હાઈ 1230 રૂપિયા અને લો 380 રૂપિયા છે. એક સપ્તાહમાં સ્ટોકે 9 ટકા અને એક મહિનામાં 19 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. આ કંપની મુખ્ય રૂપથી ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી વેચે છે. મોમેન્ટમ અને ટેક્નિકલ ઈન્ડિકેટર્સ શેરમાં તેજી તરફ ઈશારો કરી રહ્યાં છે.
Quess Corp Share Price Target
ડાયવર્સિફાઇડ કોમર્શિયલ સ્પેસિંગનું કામ કરનારી કંપની QUESS CORP નો શેર 800 રૂપિયા પર બંધ થયો. આગામી 7-8 રૂપિયાની દ્રષ્ટિએ રોકાણ કરવાનું છે. 860 રૂપિયાનો પ્રથમ અને 900 રૂપિયાનો બીજો ટાર્ગેટ છે. 762 રૂપિયાનો સ્ટોપલોસ મેન્ટેન કરવાનો છે. આ સપ્તાહે શેરમાં 2.4 ટકા, બે સપ્તાહમાં 9 ટકા અને એક મહિનામાં 22 ટકાની તેજી આવી છે.
(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા પોતાના એડવાઇઝર સાથે ચર્ચા કરો)