Marazzo થી લઈને THAR સુધી, આનંદ મહિન્દ્રા અત્યાર સુધી ગિફ્ટમાં આપી ચૂક્યા છે કરોડોની ગાડીઓ
આનંદ મહિન્દ્રાએ 70 બોલેરો પિક અપ ટ્રકને ઓક્સિજન ડિલીવરી માટે તૈયાર કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને તેની જાણકારી આપી છે.
નવી દિલ્લીઃ મહિન્દ્રા ઓટોમોબાઈલ્સના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. ટ્વિટર પર તે પોતાની પોસ્ટના કારણે અનેક લોકોને ફેમસ કરી ચૂક્યા છે. તે દરરોજ એવો જરૂરી સંદેશ આપે છે, જેનાથી અનેક લોકોનો ઉત્સાહ વધે છે. આનંદ મહિન્દ્રા હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ લોકોની મદદ માટે.
Corona એ લીધો એક યુવા ક્રિકેટરનો ભોગ, આ ખેલાડીના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
આનંદ મહિન્દ્રાએ થોડાક મહિના પહેલાં તે બધા યુવા ભારતીય ક્રિકેટર્સને ગિફ્ટમાં નવી મહિન્દ્રા થાર આપી હતી. જેમણે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાલમાં તેમણે જાહેરાત કરી છે કે તેમની કંપનીએ 70 બોલેરો પિક અપ ટ્રકને ઓક્સિજન ડિલીવરી માટે તૈયાર કરી છે. તેવામાં આજે અમે તમને તે યાદી બતાવીશું, જેમાં આનંદ મહિન્દ્રાએ તેમને ગાડીઓ આપી છે.
Sanjay Dutt ની મા Nargis ને મારી નાંખવા માટે કેમ આપી ડોક્ટરે સલાહ? જાણો પછી Sunil Dutt એ શું કર્યું
1. ક્રિકેટર્સ: આનંદ મહિન્દ્રાએ જે ભારતીય ક્રિકેટરોને મહિન્દ્રા થાર આપી છે. તેમાં નવદીપ સૈની, મોહમ્મદ સિરાઝ, ટી.નટરાજન, શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય છે. આ બધા ખેલાડીઓને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરવા માટે આ કાર ગિફ્ટમાં મળી છે.
2. દુતી ચંદ: મિસ્ટર મહિન્દ્રાએ નેશનલ સ્પ્રિંટ ચેમ્પિયન દુતી ચંદને તે સમયે ગાડી ગિફ્ટમાં આવી. જ્યારે તેણે રિયો ઓલિમ્પિક્સ 2016માં ક્વોલિફાય કર્યું હતું. તે દરમિયાન દુતીને બ્રાન્ડ ન્યૂ XUV500 આપી હતી.
3. પીવી સિંધુ અને સાક્ષી મલિક: ઓરિજિનલ મહિન્દ્રા થારે બ્રાન્ડને અનેક સફળતાના સોપાન સુધી પહોંચાડી. વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સાક્ષી મલિક અને પીવી સિંધુને નવી થાર આપી. આ દરમિયાન તેમણે અનેક બીજી ખેલાડીઓને પણ થાર આપી હતી.
4. તીર્થયાત્રા કરનારને કાર: મહિન્દ્રા KUV 100 NXT તે વ્યક્તિને આપવામાં આવી. જે પોતાની માતાને તીર્થ યાત્રા પર લઈને ગયો હતો. અને તે પણ સ્કૂટરથી 20 રાજ્યનો પ્રવાસ કર્યો હતો. પોતાની માતા પ્રત્યે પ્રેમ અને હિમ્મતને જોઈને મહિન્દ્રાએ તે વ્યક્તિને કાર ગિફ્ટ કરી હતી.
5. કેરળનો માછીમાર: આનંદ મહિન્દ્રાએ વર્ષ 2018માં કેરળમાં આવેલ પૂર દરમિયાન લોકોની મદદ કરનારા માછીમારને મહિન્દ્રા MArrazo ગિફ્ટમાં આપી હતી. માછીમારે પૂરમાં લોકોને પોતાની પીઠ પર બેસાડીને રેસ્ક્યૂ બોટ સુધી પહોંચાડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube