નવી દિલ્લીઃ અવારનવાર લોકો PF Account સાથે જોડાયેલ કામને લઈને હેરાન-પરેશાન રહે છે. પહેલાં તો લોકોને PF ઓફિસના ચક્કર કાપવા પડતા હતા. જોકે તે કામ ઓનલાઈન થઈ જતાં લોકોને રાહત મળી. તેના પછી લોકોને હવે EPFO વેબસાઈટને લઈને ફરિયાદ રહે છે અને તે સમય પર પોતાનું કામ કરી શકતા નથી. એવામાં PF એકાઉન્ટ હોલ્ડર્સ પોતાનું કામ Umang Application દ્વારા કરી શકે છે. આ એપ્લિકેશનની ખાસ વાત એ છે કે તે ઘણી યૂઝર ફ્રેન્ડલી છે. જેનાથી લોકો કોઈપણ ઝંઝટ વિના તેનાથી કામ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારે પણ પીએફ એકાઉન્ટ સાથે જોડાયેલ કોઈ કામ કરવું છે તો ઉમંગ એપ દ્વારા તમે થોડી જ સેકંડોમાં તે કરી શકો છો. આમ તો ઉમંગ એપમાં EPFOની સાથે અનેક મંત્રાલય, વિભાગ કે સરકારી સર્વિસ સાથે જોડાયેલ કોઈપણ કામ કરી શકાય છે. પરંતુ એપ્લિકેશનમાં EPFOને અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. તેનાથી ખાતા ધારકોને કોઈપણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. એવામાં જાણીએ કે આ એપ્લિકેશન દ્વારા પીએફ સાથે જોડાયેલ કયા-કયા કામ કરી શકો છો અને કામ કરવાનો શું પ્રકાર છે.


શું છે ઉમંગ એપ્લિકેશન:
Umangનો અર્થ છે Unified Mobile Application For New-Age Governance. આ એપ્લિકેશન ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી મિનિસ્ટ્રીએ બનાવી છે. આ એપ્લિકેશનના માધ્યમથી કેન્દ્ર સરકાર, લોકલ બોડી, રાજ્ય સરકારની સેવાઓનો ઉપયોગ મોબાઈલ દ્વારા કરી શકે છે. આ એપ્લિકેશનમાં અનેક પ્રકારની કેટેગરી છે. તેમાં ખેડૂત, સોશિયલ સિક્યોરિટી, સ્ટુડન્ટ્સ, વુમન એન્ડ ચિલ્ડ્રન, યૂથ, સર્ટિફિકેટ્સ, એજ્યુકેશન, ફાઈનાન્સ, હેલ્થ, પોલીસ, પબ્લિક, રાશન કાર્ડ, સોશિયલ જસ્ટિસ, ટૂરિઝમ, ટ્રાન્સપોર્ટ, યૂટિલિટી, જનરલ જેવી અનેક કેટેગરી છે.


પીએફ સાથે જોડાયેલ કયા-કયા કામ કરી શકે છે:
આ એપ્લિકેશન દ્વારા તમે કોવિડ-19 ફંડ રિક્વેસ્ટ પણ નાંખી શકો છો. તે ઉપરાંત એપ્લિકેશનમાં 10સી ફોર્મ, પાસબુક, ક્લેમ રેજ, ટ્રેક ક્લેમ, યૂએએન એક્ટિવેશન, યૂએએન અલોટમેન્ટના કામ કરી શકાય છે. તે ઉપરાંત આજકાલ આધાર લિંક કરવાનું ફરજિયાત થઈ ગયું છે તો તમે એપ્લિકેશન દ્વારા આધાર સીડિંગ કરી શકાય છે. આ એપ્લિકેશન પર જનરલ સર્વિસ  જેવા ઓફિસર રિસર્ચ, એસએમએસ ડિટેઈલ, મિસ કોલ પર જાણકારી અને ફરિયાદ દાખલ કરવા જેવું કામ પણ થઈ જાય છે.


કેવી રીતે કરશો લોગઈન:
EPFOના કામ જો તમે ઉમંગ એપ્લિકેશન દ્વારા કરવા ઈચ્છો છો તો તમારે સૌથી પહેલાં ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તેના પછી એપ્લિકેશન લોગીન કરી લો અને તેમાં તમને EPFOનું ઓપ્શન જોવા મળશે. તેમાં ક્લિક કર્યા પછી તમને અનેક પ્રકારના ઓપ્શન જોવા મળશે. જેમાં તમે સરળતાથી કામ કરી શકશો. ખાસ વાત એ છેકે તમે ઓટીપીના માધ્યમથી તેને બે મિનિટમાં લોગીન પણ કરી શકો છો.