નવી દિલ્હીઃ Subsidy On Drones: કેન્દ્ર સરકાર ખેતીવાડીમાં ડ્રોન (Drone) ના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. ડ્રોનના ઉપયોગથી વધુ કમાણી કરી શકાય છે. ખેતીવાડીમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે તેની ખરીદી કરવા સરકાર ખેડૂતોને સબ્સિડી આપી રહી છે. સરકાર કિસાનોને ડ્રોનના ખર્ચના 50 ટકા સબ્સિડીના દરથી વધુમાં વધુ 5 લાખ રૂપિયાની નાણાકીય સહાયતા ઉપલબ્ધ કરાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોને મળશે સબ્સિડી (Drone Subsidy Scheme)
ખેતીમાં ખર્ચ ઓછો કરવા અને કિસાનોની આવક વધારવાના ઉદ્દેશ્યથી કિસાનોને ડ્રોનની ખરીદ પર સબ્સિડી (Drone Subsidy) આપવામાં આવી રહી છે. નાના અને સીમાંત કિસાન, મહિલા કિસાન અને ઉત્તર પૂર્વી રાજ્યોના કિસાનોને ડ્રોનના ખર્ચથી 50 ટકા દરથી વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે. અન્ય કિસાનોને ડ્રોન ખરીદવા પર 40 ટકા કે વધુમાં વધુ 4 લાખ રૂપિયાની સબ્સિડી મળે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube