Success Story Of Anirudh Devgan: ભારતીયોનો આખી દુનિયામાં આજના સમયમાં દબદબો છે. દુનિયાની મોટાભાગની જાયન્ટ કંપનીઓમાં તમને ભારતીય સીઈઓ કે ભારતીય મૂળના વ્યક્તિ તે પદે જોવા મળશે. આ જ કારણ છે કે આ લોકો અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓની યાદીમાં પણ સામેલ છે. આ ઉપરાંત એવા પણ કેટલાક ભારતીયો છે જેમણે વિવિધ ક્ષેત્રો જેમકે કોમ્પ્યુટર ટેક્નોલોજી, બાયોટેક, સોફ્ટવેર એન્જિનિયરિંગ વગેરેમાં આગવી ઓલખ બનાવી છે. આજે અમે એક એવી હસ્તી વિશે વાત કરીશું જેમની રોજની કમાણી જાણીને તમારા હોશ ઉડી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે વાત કરી રહ્યા છે અનિરુદ્ધ દેવગણની (Anirudh Devgan). તેઓ એક પ્રતિષ્ઠિત કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને પ્રતિષ્ઠિત IIT દિલ્હીના પૂર્વ વિદ્યાર્થી છે. અનિરુદ્ધ દેવગણ દિગ્ગજ સોફ્ટવેર કંપની કેડેન્સ ડિઝાઈન સિસ્ટમ્સ (Cadence Design Systems) ના સીઈઓ છે. જેની માર્કેટ કેપ 5,17,000 કરોડ રૂપિયા (62.14 બિલિયન ડોલર) થી વધુ છે. 


ઉછેર થયો આવા જ માહોલમાં
અનિરુદ્ધ દેવગણને બાળપણથી જ અભ્યાસનો માહોલ મળ્યો. કારણ કે તેમનો ઉછેર આઈઆઈટી પરિસરમાં થયો. તેમના પિતા ત્યાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા. અનિરુદ્ધ દેવગણે પોતાનો શાળાનો અભ્યાસ દિલ્હી  પબ્લિક સ્કૂલ (DPS) માંથી કર્યો અને ત્યારબાદ આઈઆઈટી દિલ્હીથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. 


કરિયરનો મોટો ટર્નિંગ પોઈન્ટ
ત્યારબાદ અનિરુદ્ધ દેવગણે 2017માં કેડેન્સ જોઈન કર્યું. જ્યાં ડિસેમ્બર 2021માં તેમને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ કરાયા અને સીઈઓની પોસ્ટ મળી. ત્યારબાદ અનિરુદ્ધ સિલિકોન વેલી સ્થિત ટોપ રેંક સીઈઓ સત્ય નડેલા, સુંદર પિચાઈ, જયશ્રી ઉલ્લાલ જેવા દિગ્ગજોની હરોળમાં આવી ગયા. આઈબીએમના અરવિંદ કૃષ્ણા એક અમેરિકી ટેકનિકલ દિગ્ગજના ભારતીય સીઈઓ તરીકે. 


2200 કરોડનું પેકેજ
જ્યારે અનિરુદ્ધ દેવગણ સીઈઓ  બન્યા, ત્યારે તેમના પગારમાં મૂળ પગારના 125 ટકાના ટાર્ગેટ બોનસ સાથે  $725,000 નું મૂળ પગાર આપવામાં આવ્યો. તેમને 15 મિલિયન ડોલર બરાબર મૂલ્યનો પ્રમોશન અનુદાન સ્ટોક વિકલ્પ પણ આપવામાં આવ્યો. 2021માં અનિરુદ્ધ દેવગણે પ્રતિષ્ઠિત ફિલ કોફમેન પુરસ્કાર પણ જીત્યો હતો. 


salary.com ના જણાવ્યાં મુજબ કેડેન્સના ચેરમેન અને સીઈઓ તરીકે તેમનું વાર્ષિક વેતન વર્ષ 2022માં 2201 કરોડ (અંદાજે 264 મિલિયન ડોલર) રહ્યું. જો તેની ગણતરી કરવામાં આવે તો રોજનો લગભગ 72 લાખ રૂપિયા જેટલો પગાર થાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube