Success Story: રસ્તા પર સૂઈ જતા, ભૂખ્યા રહેતો એક ગરીબ વ્યક્તિ પોતાની આકરી મહેનતના કારણે જોત જોતામાં તો કેટલાક વર્ષોમાં અબજપતિ ઉદ્યોગપતિ બની ગયો. આવી કહાનીઓ ફિલ્મોમાં તમે જોઈ હશે પરંતુ અમે તમને એક એવી વ્યક્તિ વિશે જણાવીશું જેની કહાની તમને સાંભળવામાં ભલે ફિલ્મી લાગે પરંતુ તે વાસ્તવમાં સાચી છે. એક સમયે ભૂખ્યા પેટે સૂઈ જનારા અને મજૂરી કરીને મહિને 90 રૂપિયા કમાતા વ્યક્તિ આજે કરોડોની કંપનીના માલિક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કહાની મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાથી સંબંધ ધરાવતા અશોક ખાડેની છે. બાળપણમાં ઘરમાં ગરીબી જોઈ ચૂકેલા અશોક ખાડે આજે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિઓમાંથી એક છે. એક સમયે એવો પણ હતો જ્યારે તેઓ મહિને 90થી 100 રૂપિયા કમાતા હતાં પરંતુ આજે તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 500 કરોડ રૂપિયા જેટલું છે. તેમણે આ મુકામ કેવી રીતે મેળવ્યો તે ખાસ જાણો. 


ગરીબીમાં હતો પરિવાર
અશોક ખાડે અને તેમના પરિવારે એક જમાનામાં ખુબ ગરીબી જોઈ. સ્થિતિ એવી હતી કે 6 ભાઈ બહેનો વચ્ચે ખાવાના સાંસા રહેતા હતા. આ કારણે અશોક ખાડેએ ખાલી પેટે સૂઈ જવું પડતું હતું. તેમણે આવા સંજોગો બાળપણમાં જોયા હતા. આ ગરીબીના કારણે પિતા મુંબઈ આવ્યા અને કામ કરવા લાગ્યા. પરંતુ આમ છતાં પરિવારનો ગુજારો ચલાવવામાં વધુ સમર્થ ન રહ્યા. ગરીબી છતાં તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો કારણ કે તેઓ એ વાત પર અડગ હતા કે ગરીબીમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો શિક્ષણ છે. આગળ અભ્યાસ બાદ અશોક ખાડે તેમના મોટા ભાઈ પાસે મુંબઈ આવતા રહ્યા. આ બધા વચ્ચે તેમના ભાઈએ મઝગાવ ડોક્યાર્ડમાં ટ્રેઈની વેલ્ડર તરીકે રોજગારી મેળવી હતી. તેમના ભાઈએ તેમને કોલેજમાં એડમિશન લેવા માટે આગ્રહ કર્યો, તેમને જરૂરી નાણાકીય મદ કરવાનું પણ વચન આપ્યું. 


અશોક ખાડેએ કોલેજની ફી ભરવા માટે ટ્યૂશન કરવાનું શરૂ કર્યું. ડિપ્લોમા બાદ તેઓ અભ્યાસ ચાલું રાખવા માંગતા હતા. પરંતુ પરિવારના ભરણ પોષણ માટે ટ્રેઈની તરીકે કામ કર્યું જ્યાં તેમને 90 રૂપિયા માસિક પગાર મળતો હતો. અશોક ખાડેને જહાજ ડિઝાઈનિંગ અને પેઈન્ટિંગની તાલિમ આપવામાં આવી. 


નોકરી બાદ ધંધો શરૂ કર્યો
ત્યારબાદ તેમણે જહાજોની ડિઝાઈન કરી અને 4 વર્ષ બાદ તેમને સ્થાયી ડ્રાફ્ટમેન તરીકે નિયુક્ત કરાયા. તેમનો માસિક પગાર વધારીને 300 થયો. આ દરમિયાન અશોક ખાડેએ અભ્યાસ ચાલુ રાખ્યો અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું. 4 વર્ષ સુધી સર્વિસ કર્યા બાદ અશોક ખાડેની કંપનીના ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરી દેવાઈ. આ દરમિયાન તેમને કંપની તરફથી જર્મની જવાની તક મળી અને નવી ટેક્નોલોજી વિશે શીખવાનું મળ્યું. 


ત્યારબાદ તેમણે અને તેમના ભાઈએ ભારતમાં પોતાનો વેપાર દાસ ઓફશોર એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ શરૂ કર્યું. શરૂઆતમાં તેમને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેમની મહેનત રંગ  લાવી. આજે તેમના ક્લાયન્ટ્સમાં ઓએનજીસી, બ્રિટિશ ગેસ, હુંડઈ, એસ્સાર, એલએન્ડટી અને અન્ય સામેલ છે. કંપીએ અત્યાર સુધી 100 સમુદ્રી પ્રોજેક્ટ્સ પૂરા કર્યા છે. અશોક ખાડેની કંપની 4500 લોકોને નોકરી આપી રહી છે અને તેનું વાર્ષિક ટર્નઓવર 500 કરોડ રૂપિયાથી વધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube