Success Story: 2 રૂપિયાના પાઉચના આઇડિયાથી શરૂ કર્યો બિઝનેસ, આજે છે 1100 કરોડનું ટર્ન ઓવર
તેમણે પોતાના બિઝનેસની શરૂઆત ફક્ત 15000 રૂપિયાની એક મામૂલી રકમથી કરી અને આજે તેનું વાર્ષિક ટન ઓવર 1100 કરોડને પાર છે. અમે વાત કરી રહ્યા છીએ કેવિન કેરના સીઇઓ સી કે રંગનાથની. રંગનાથને સૈશ-ક્રાંતિ લાવીને બિઝનેસ ક્ષેત્રમાં તહેલકો મચાવી દીધો.
નવી દિલ્હી: કહેવાય છે કે કોઇને મંજિલ પ્રાપ્ત કરવા માટે મહેનત અને દ્રઢ સંકલ્પની જરૂર હોય છે. આજે અમે તમને એક એવા વ્યક્તિની કહાની વિશે જણાવીશું, જેણે આ વાતને સાબિત કરીને બતાવી છે. તેમણે પોતાના બિઝનેસની શરૂઆત ફક્ત 15000 રૂપિયાની એક મામૂલી રકમથી કરી અને આજે તેનું વાર્ષિક ટન ઓવર 1100 કરોડને પાર છે. અમે વાત કરી રહ્યા છીએ કેવિન કેરના સીઇઓ સી કે રંગનાથની. રંગનાથને સૈશ-ક્રાંતિ લાવીને બિઝનેસ ક્ષેત્રમાં તહેલકો મચાવી દીધો.
પાલતૂ જાનવર અને પક્ષીઓ પાળવાનો હતો શોખ
રંગનાથન એમ જ આટલા સફળ બિઝનેસમેન બન્યા નથી. તેમને કઠિન સંઘર્ષ, આકરી મહેનત અને કંઇક નવું કરવાની ઇચ્છાએ બિઝનેસ જગતના એક જાણિતા ટાઇકૂન બનાવી દીધા. રંગનાથનના સફરની શરૂઆત તમિલનાડુના એક નાનકડા શહેર કડ્ડલોરથી થઇ. તેમનો જન્મ એકદમ ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો. રંગનાથને પોતાનું પ્રાથમિક શિક્ષણ પિતા પાસેથી પ્રાપ્ત કર્યું હતું. રંગનાથન અભ્યાસમાં નબળા હતા એટલા માટે તેમના પિતા ઇચ્છતા હતા કે તે ખેતી કરવા અથવા તો બિઝનેસ કરે. રંગનાથનને પાલતૂ જાનવર અને પક્ષીઓ પાળવાનો શોખ હતો. જ્યારે તે 5મા ધોરણમાં હતા, ત્યારે તેમની પાસે 500 કબૂતર, માછલીઓ અને ઘણી પ્રજાતિઓના પક્ષીઓ હતા. કેનફોલિઓઝના અનુસાર, પોતાના આ શોખના બિઝનેસથી મળેલી પૂંજીથી તે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરાવવા માંગે છે.
TV Star સાથે રેલવે સ્ટેશન પર થઇ છેડતી, યુવકોએ ટોપ ફાડ્યું, વીડિયો બનાવ્યો
શરૂ કર્યો શેમ્પૂ બનાવવાનો બિઝનેસ
જ્યારે તે કોલેજમાં હતા ત્યારે તેમના પિતાનું મૃત્યું થઇ ગયું. પિતાના મૃત્યું બાદ પરિવારની જવાબદારી રંગનાથનના ખભા પર આવી ગઇ. ત્યારબાદ તેમણે પોતાના પાલતૂ જાનવરોને વેચીને શેમ્પૂ બનાવવાનો નાનકડો બિઝનેસ શરૂ કર્યો. શરૂઆતના દિવસોમાં તેમનો આ બિઝનેસ સારી રીતે ચાલ્યો નહી. એટલા માટે તેમણે પોતાના ભાઇ સાથે વેલવેટ ઇન્ટનેશનલ અને પછી વેલેટ શેમ્પૂનો બિઝનેસ કર્યો. પરંતુ રંગનાથન શરૂથી જ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હતા. પ્રબળ ઇચ્છા હોવાથી તેમણે નવેસરથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને ચિક ઇન્ડીયાની શરૂઆત કરી.
Hotel માં કોઝી થયા આ સ્ટાર કપલ, રોમાન્સમાં ડૂબેલા સ્ટાર્સનો પ્રાઇવેટ વીડિયો થયો વાયરલ
શેમ્પૂના પાઉચની કિંમત રાખી ફક્ત 2 રૂપિયા
શરૂઆતમાં કંપની ફક્ત શેમ્પૂ જ બનાવતી હતી અને પોતાની પ્રોડક્ટને ગામડા અને નાન શહેરોમાં વહેચતી હતી. તેમણે શેમ્પૂના પાઉચની કિંમત ફક્ત 2 રૂપિયા રાખી. ઓછા પૈસામાં સારી ક્વોલિટીની પ્રોડક્ટ વેચીને તેમણે ખૂબ ઓછા સમયમાં લોકોનું દિલ જીતી લીધું. ત્યારબાદ તેમણે કંપનીનું નામ બદલીને કેવિન કેર કરી દીધું. કંપનીનું નામ બદલ્યા પછી તેમણે ઘણી બ્યૂટી પ્રોડક્ટને માર્કેટમાં ઉતારી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube