કેવી રીતે `પતલૂન` બની પેંટાલૂન, એક સમયે ધોતી અને સાડીઓ વેચતા હતા તેના માલિક
22 વર્ષના થતાં જ ઘરવાળાઓએ રાઠી પરિવારની સંગીતા સાથે તેમના લગ્ન કરી દીધા. ટ્રાઉઝરનું કામ શરૂ કર્યું, તે ચાલી ગયું. 1987 સુધી નવી કંપની મેન્સ વિયર પ્રા.લિ. શરૂ કરી.
ભારતના રિટેલ કિંગ કિશોર બિયાણી આજે ફરી ચર્ચામાં છે. મીડિયા અહેવાલ અનુસાર કિશોર બિયાણી પોતાની કંપની ફ્યૂચર રિટેલમાં મોટી ભાગીદારી અમેઝોનને વેચી શકે છે. જોકે, તેના પર કોઇપણ કંપનીએ કોઇ ટિપ્પણી કરી નથી. તમને જણાવી દઇએ કે ફોર્બ્સે તેમને ભારતના 100 અમીર લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. કિશોર બિયાણીની કુલ સંપત્તિ 240 કરોડ ડોલર (લગભગ 17 હજાર કરોડ રૂપિયા) થઇ ગઇ છે. પરંતુ શું તમે જાણો છો કે જે બિઝનેસમાં દેશના મોટા વેપારી ખાનદાનો ફેલ થઇ ગયા, તેમાં કિશોર બિયાણીએ મોટું એમ્પાયર ઉભું કરી દીધું છે.
એક સમયે વેચતા હતા ધોતી અને સાડીઓ
કિશોર બિયાણીનો જન્મ મધ્યમવર્ગીય પરિવારમાં રાજસ્થાનમાં થયો હતો. તેમના દાદા પણ રાજસ્થાનથી મુંબઇમાં ધોતી અને સાડીઓનો બિઝનેસ કરતા હતા. મુંબઇથી ફક્ત 22 વર્ષની ઉંમરે કિશોર બિયાણીએ ટ્રાઉઝર બનાવવાનું કામ શરૂ કરી દીધું. જે ચાલી ગયું. તેમની કંપની પેટાલૂન આખી દુનિયામાં બિઝનેસ કરી રહી છે.
પતલૂનમાંથી બન્યું પેંટાલૂન
22 વર્ષના થતાં જ ઘરવાળાઓએ રાઠી પરિવારની સંગીતા સાથે તેમના લગ્ન કરી દીધા. ટ્રાઉઝરનું કામ શરૂ કર્યું, તે ચાલી ગયું. 1987 સુધી નવી કંપની મેન્સ વિયર પ્રા.લિ. શરૂ કરી. તેમાં પેંટાલૂનના નામે વેચતા હતા. આ નામ એટલા માટે પસંદ કરવામાં આવ્યું કારણ કે આ ઉર્દૂ શબ્દ પતલૂનની આસપાસનો હતો. તેનું સિલેક્ટેડ દુકાનો પર જ વેચાણ થતું હતું. 1991માં ગોવામાં પેંટાલૂન શોપ શરૂ કરી અને 1992માં શેર બજારમાંથી પૈસા એકઠા કરીને બ્રાંડ ઉભી કરી દીધી. ત્યારથી આ સતત આગળ વધી રહી છે.
નવી દ્વષ્ટિકોણ, નવી વિચારધારાએ અપાવી સફળતા
4-15 વર્ષની ઉંમરમાં જ કિશોર બિયાણી મુંબઇના સેંચુરી બજારમાં જવા લાગ્યા હતા. અભ્યાસમાં ખાસ ન હતા. પિતા અને બે કાકાના ભાઇઓ સાથે કામ કરતા હતા, પરંતુ તેમના કામનો એપ્રોચ કિશોર બિયાણીને પસંદ ન હતો. ત્યારે પોતે જ મિલ નાખીને સ્ટોનવોશ વેચવાનું શરૂ કર્યું. મુંબઇની નાની દુકાનો પર તે તેને વેચતા હતા. ત્યારે તેમના સ્ટોરને ટ્રેડ બોડીમાં પણ સામેલ કરવામાં આવતો ન હતો.
લોકોની જરૂરિયાતો પર આપતા હતા ધ્યાન
કિશોર બિયાણીને કામ સિવાય બીજું કંઇ સુઝતું ન હતું. જો સંયોગથી ક્રિકેટ મેચ જોવા જવાનું થતું તો પેવેલિયન કિટિલ લેવાના બદલે સસ્તી ટિકિટ લેતા હતા. તે લોકોના ટેસ્ટને જાણવા માટે ભીડમાં જઇને બેસતા હતા. ગ્રાહકની પસંદ જાણવા માટે દરેક મુશ્કેલીઓ સહન કરી લેતા હતા. તે લોકોની જરૂરિયાતો પર ધ્યાન આપીને સમજી લે છે કે ગ્રાહક તેમાંથી કેટલા ખર્ચ કરી શકે છે. આજે પણ પોતાની ફેંચાઇઝી સ્ટોરમાં જઇને બેસી જાય છે અને લોકોની ખરીદીની પેટર્ન જોતા રહે છે.
બદલાતા ટ્રેંડને કરે છે નોટ
એક બદલાતો ટ્રેંડ જે કિશોર બિયાણીએ નોટ કર્યો, તે છે નાના શહેરોમાં પણ યુવાનો આજકાલ જીંસ પહેરીને મંદિર વગેરે જાય છે, જ્યારે પહેલાં આમ ન હતું. તે હંમેશા કંઇક નવું કરવાનું વિચારતા રહે છે.
પછી થઇ બિગ બજારની શરૂઆત
વર્ષ 2001માં કિશોર બિયાણીએ રિટેલ ચેન બિગ બજારની શરૂઆત કરી. આ બ્રાંડ નામ હેઠળ ફ્યૂચર ગ્રુપ, ફૂડ બજાર અને ફેશન એટ બિગ બજાર પણ ચાલે છે. આ ઉપરાંત બ્રાંડ ફેક્ટરી, હોમ ટાઉન, સેંટ્રલ અને ઇઝોન જેવા આઉટલેટ્સ પણ ફ્યૂચર ગ્રુપના છે.