નવી દિલ્હીઃ Parle G Success story- વર્ષ 1994માં પારલે જી બિસ્કિટના પેકેટની કિંમત 4 રૂપિયા હતી. હવે આશરે 29 વર્ષ બાદ પારલે જી બિસ્કિટના પેકેટની કિંમત 5 રૂપિયા છે. રસપ્રદ તથ્ય છે કે વર્ષ 1994માં પીવી નરસિમ્હા રાવની સરકાર હતી અને પેટ્રોલ 16 રૂપિયા તથા ડીઝલ 8 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું હતું. હવે પેટ્રોલ-ડીઝલનો ભાવ 100 રૂપિયા નજીક પહોંચી ગયો છે, પરંતુ પારલે જી બિસ્કિટ 5 રૂપિયામાં મળી રહ્યું છે. પારલે જી ભારતીય માર્કેટમાં સૌથી મોટી બિસ્કિટ બ્રાન્ડ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 1939 માં Parle G ની શરૂઆત
વર્ષ 1929માં ગુજરાતી પરિવારમાંથી આવતા મોહન દયાળ ચૌહાણ પરિવારે પાર્લે ગ્રુપની શરૂઆત કરી હતી. પારલેની સૌથી પ્રથમ પ્રોડક્ટના રૂપમાં ઓરેન્જ કેન્ડી બની અને 10 વર્ષ સુધી કંપની આ પ્રોડક્ટ બનાવતી રહી. વર્ષ 1939માં પાર્લે ગ્લૂકો બિસ્કિટ નામથી 12 લોકોની સાથે બિસ્કિટના કામની શરૂઆત થઈ અને આજે પારલેમાં 50 હજારથી વધુ કર્મચારી કામ કરે છે. 


માત્ર અંગ્રેજો માટે બિસ્કિટ
વર્ષ 1947 સુધી પાર્લે માત્ર બ્રિટિશ લોકો માટે બિસ્કિટ બનાવતી હતી. સ્વદેશી આંદોલનથી પ્રેરિત દીનદયાળ ચૌહાણે પાર્લે ગ્લૂકો બિસ્કિટને આઝાદી બાદ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવ્યા હતા. આ સમયે સમાજમાં તેવી ઇમ્પ્રેશન હતી કે બિસ્કિટ મોટા લોકો ખાય છે. ત્યારબાદ પારલેનું બ્લૂકો બિસ્કિટ સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવ્યું અને ત્યારબાદ દેશમાં આ બિસ્કિટ છવાય ગયા હતા.


આ પણ વાંચોઃ 50000 રૂપિયાનું રોકાણ બની ગયા 18 લાખ રૂપિયા, તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર?


વિકે પારલેની બિસ્કિટ ફેક્ટરી
મુંબઈના વિલે પાર્લેમાં પ્રથમ ફેક્ટરી લગાવવાને કારણે આ કંપનીનું નામ પારલે રાખવામાં આવ્યું. ત્યારબાદ પારલે ગ્લૂકોની નકલ કરતા ઘણી કંપનીઓએ ગ્લૂકો બિસ્કિટ લોન્ચ કર્યા હતા. ત્યારબાદ લોકોની વચ્ચે પોતાની પ્રોડક્ટ અલગ રહે તે માટે વર્ષ 1985માં તેનું નામ પારલે-જી કરી દેવામાં આવ્યું હતું. 


પારલે ગ્રુપનું વિભાજન
મોહનલાલ દયાળને પાંચ પુત્રો હતા, જેની વચ્ચે કારોબારનું વિભાજન થયું હતું. પારલેનો બિઝનેસ ત્રણ ભાગમાં વિભાજીત થયો. તેમાં જયંતીલાલ ચૌહાણ અલગ થયા. તેમની કંપની પારલે એગ્રોના નામથી ફ્રૂટી, બૈલી અને એપી ફિઝ નામની પ્રોડક્ટ વેચે છે. ત્યારબાદ રમેશ ચૌહાણ પારલે ગ્રુપથી અલગ થયા જે આજે પારલે બિસલેરી બનાવે છે. ત્યારબાદ બાકીના ત્રણ ભાઈઓએ પારલે જી કંપની શરૂ કરી જે બિસ્કિટ, કેન્ડી અને અન્ય પ્રોડક્ટ બનાવે છે. 


પારલેનો પ્રોડક્ટ પોર્ટફોલિયો
પારલેએ સૌથી પહેલા પોતાની પ્રોડક્ટનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું હતું. પારલે ગ્લૂકો બાદ પારલેએ ભારતનું પ્રથમ નમકીન બિસ્કિટ લોન્ચ કર્યું જેનું નામ મોનેકો હતું. ત્યારબીદ નમકી અને સ્વીટ મળીને ક્રેકજેક બિસ્કિટ લોન્ચ કર્યું હતું. ત્યારબાદ 20-20 બિસ્કિટ લોન્ચ થયા હતા. આજે લોકપ્રિય બિસ્કિટ હાઈડ એન્ડ સીક પણ પારલે ગ્રુપની પ્રોડક્ટ છે. આ સિવાય પણ પારલે અન્ય બિસ્કિટ બનાવે છે. 


આ પણ વાંચોઃ 3 વર્ષમાં 2000% ની છપ્પરફાડ તેજી, હવે કંપની પ્રથમવાર ઈન્વેસ્ટરોને આપશે બોનસ શેર


પોપિન્સ, કિસ્મી અને મેલોડી પણ
વર્ષ 1963માં પારલેએ કિસ્મી બાર લોન્ચ કરી. પછી 1966માં પોપિન્સ અને વર્ષ 1983માં મેલોડી રજૂ કરી હતી. વર્ષ 1986માં પારલે મેંગો બાઈટ લઈને માર્કેટમાં આવ્યું હતું. કન્ફેક્શનરી અને બિસ્કિટ બાદ પારલેએ એફએમસીજી પ્રોડક્ટમાં એન્ટ્રી કરી હતી. પારલેએ લોટ, નમકીન, દાળ અને ચોકોઝ જેવી પ્રોડક્ટ પણ વેચી રહી છે. વર્ષ 2013માં પારલે 5000 કરોડની બ્રાન્ડ બની હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube