Success Story: મન હોય તો માળવે જવાય!, મહિલાએ 1500 રૂપિયાથી શરૂ કર્યું આ કામ, હવે 3 કરોડને પાર પહોંચ્યો બિઝનેસ
Success Story: એવું કહેવાય છે કે ઊંચી ઉડાણ ભરવા માટે ચીલ જેવી મજબૂત પાંખો હોવી જરૂરી છે, પંરતુ ગોરખપુરની મહિલા સંગીતા પાંડેએ તેને ખોટું સાબિત કર્યું. સંગીતાએ ઊંચી ઉડાણની એક નવી કહાની લખી છે.
Success Story: એવું કહેવાય છે કે ઊંચી ઉડાણ ભરવા માટે ચીલ જેવી મજબૂત પાંખો હોવી જરૂરી છે, પંરતુ ગોરખપુરની મહિલા સંગીતા પાંડેએ તેને ખોટું સાબિત કર્યું. સંગીતાએ ઊંચી ઉડાણની એક નવી કહાની લખી છે. પંખ રૂપી આર્થિક તંગી છતાં તેમણે પોતાના મજબૂત ઈરાદા થકી ઊંચી ઉડાણ ભરવામાં સફળતા મેળવી. માત્ર 1500 રૂપિયાથી સાઈકલ દ્વારા બિઝનેસ શરૂ કર્યો. અને પછી તો આ બિઝનેસને તેમણે 3 કરોડ રૂપિયા પાર પહોંચાડી દીધો.
મમતાની પ્રતિમૂર્તિ સંગીતાએ શરૂઆતમાં પતોાના નવ મહિનાના બાળકનો ઉછેર કર્યો અને સાથે સમાજમાં કદમથી કદમ મીલાવીને પહાડ જેવી જિંદગી પણ સરળ બનાવી. વાત લગભગ એક દાયકા જૂની છે. ઘરની સ્થિતિ બહું સારી નહતી. ગોરખપુર યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કરનાર સંગીતાએ વિચાર્યું કે કોઈ કામ દ્વારા વધારાની આવક ઊભી કરવી જોઈએ. પતિ સંજય પાંડે પણ રાજી થઈ ગયા. આ ક્રમમાં તેઓ એક સંસ્થામાં ગયા અને 4 હજાર રૂપિયા પગાર નક્કી થયો.
બીજા દિવસે નવ મહિનાની પુત્રીને પણ તેઓ કામ પર સાથે લઈને ગયા. કેટલાક લોકોએ આપત્તિ જતાવી. બોલ્યા કે બાળકીની દેખરેખ અને કામ એક સાથે શક્ય નથી. વાત સારી ન લાગી પણ મજબૂરી અને કઈક કરી દેખાડવાનો જુસ્સો હતો. બીજા દિવસે તેઓ બાળકીને ઘરે મૂકીને કામ પર ગયા. મન લાગ્યું નહીં. વિચારતા રહ્યા કે જેમના સારા માટે કામ કરવાનું વિચાર્યું હતું તે તો માતાની મમતાથી વંચિત રહી જશે. આથીકામ છોડી દીધું.
1500 રૂપિયાથી શરૂ કર્યો વેપાર
સંગીતાએ જણાવ્યું કે મારે કઈક કરી દેખાડવું હતું. શું કરવું તે નક્કી કરી શકતી નહીત. પૈસાની મુશ્કેલી તો અલગ. થોડાથી શરૂઆત કરવાની હતી. ક્યાંક મીઠાઈના ડબ્બા બનતા જોયા હતા. મનમાં વિચાર આવ્યો કે આ કામ થઈ શકે છે. ઘરમાં પડેલી રેન્જરસાઈકલથી કાચા માલની શોધ શરૂ થઈ. 1500 રૂપિયાનો કાચો માલ તે સાઈકલના કેરિયર પર લાદીને ઘરે લાવ્યા. તેણે જણાવ્યું કે 8 કલાકમાં 100 ડબ્બા તૈયાર કરવાની ખુશીને તેઓ શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી.
નમૂનો લઈને બજારમાં ગયા પણ માર્કેટિંગનો કોઈ અનુભવ નહતો. કેટલાક વેપારીઓ સાથે વાત કરી. વાત બની નહી તો ઘરે પાછા ફર્યા. આવીને ઈનપુટ કોસ્ટ અને પ્રતિ ડબ્બા પોતાનો લાભ કાઢીને પાછા બજાર ગયા. લોકોએ જણાવ્યું કે તેમને તો આનાથી પણ સસ્તા મળે છે. કોઈ પ્રકારે તૈયાર માલનો નિકાલ થયો. કેટલાક લોકોને વાત કરી તો ખબર પડી લખનઉમાં કાચો માલ સસ્તો મળે છે. જેનાથી તમારી કોસ્ટ ઘટી જશે. બચતના 35000 રૂપિયા લઈને તેઓ લખનઉ પહોંચ્યા. ત્યાંથી શિખ મળી કે જો એક પિકઅપ વેન હોય તો કઈક ફરક પડશે. આ માટે લગભગ 2 લાખ રૂપિયા જોઈએ. જો કે ત્યારે તેઓ બસથી 15 હજાર રૂપિયાનો માલ લઈને આવ્યા.
ઘરેણા ગિરવે મૂકી લીધી લોન
ડબ્બા તૈયાર કરવાની સાથે પૂંજી ભેગી કરવા પર ધ્યાન આપ્યું. ડૂડાથી એક લોન લેવાનો પ્રયત્ન કર્યો પણ પતિની સરકારી સેવા (ટ્રાફિકમાં સિપાઈ) આડે આવી. તેમણે પછી પોતાના ઘરેણા ગિરવે મૂકીને 3 લાખ રૂપિયાની ગોલ્ડ લોન લીધી. લખનઉથી એક ગાડી કાચો માલ મંગાવ્યો. આ માલથી તૈયાર થયેલા ડબ્બાનું માર્કેટિંગથી કઈક લાભ થયો. પછી તો જુસ્સો વધ્યો.
ફરી એકવાર સસ્તા માલ દ્વારા ઈનપુટ કોસ્ટ ઘટાડવા માટે દિલ્હી તરફ પ્રયાણ કર્યું. ત્યાં વેપારીઓ પાસેથી સારો સપોર્ટ મળ્યો. ક્રેડિટ પર કાચો માલ મળવા લાગ્યો. અત્યાર સુધી તેઓ પોતાના નાના ઘરેથી કામ કરતા રહ્યાં. પરંતુ બિઝનેસ વધતા જગ્યા ઓછી પડી તો કારખાના માટે 35 લાખની લોન લીધી. કારોબાર વધારવા માટે 50 લાખ રૂપિયાની વધુ એક લોન લીધી.
દિયર સાથે ભાભીએ મૂક્યું રોતી ઈમોજીવાળું વોટ્સએપ સ્ટેટસ, પછી જે થયું....પોલીસ સ્તબ્ધ
ખુલ્લામાં રહેવાનું, નથી છત કે દીવાલ..છતાં આ હોટલ માટે ખુબ પડાપડી, ખાસ જાણો ક્યાં છે
27 રાજ્યો અને 14 દેશનો જમાઈ! આ વ્યક્તિએ 32 વર્ષમાં કર્યા 100 લગ્ન, કોઈ ડિવોર્સ નહીં
સપ્લાય પહેલા સાઈકલથી થતો હતો પછી બે રેકડીથી અને આજે તેમની પાસે પોતાની મેજિક, ટેમ્પો અને બેટરીથી ચાલતી ઓટો રિક્ષા પણ છે. પોતના માટે સ્કૂટી અને કાર પણ. એક પુત્ર અને બે પુત્રીઓ પણ સારી સ્કૂલમાં તાલિમ મેળવી રહ્યા છે. પૂર્વાંચલના દરેક મોટા શહેરની જાણીતી દુકાનો તેમના ગ્રાહક છે. મિઠાઈના ડબ્બાની સાથે સાથે પિઝા, કેક પણ બનાવે છે. ઉત્પાદનો સારા બને તે માટે દિલ્હીના કારિગર પણ રાખ્યા છે. તેઓ કામ પણ કરે છે અને અન્યોને ટ્રેનિંગ પણ આપે છે.
મહિલાઓને રોજગારી આપે છે
પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 100 મહિલાઓ અને એક ડઝન જેટલા પુરુષોને તેઓ રોજગારી આપે છે. પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન સુધી તેઓ ગુણવત્તાવાળા કાચા માલની શોધમાં જાય છે. સંગીતા જણાવે છે કે તેઓ પોતાના સંઘર્ષના દિવસો ભૂલ્યા નથી. આથી કામ કરનારી અનેક મહિલાઓ નિરાશ્રિત છે. કેટલાકના નાના બાળકો પણ છે. તેમના ઘરે જ કાચો માલ મોકલાવી દે છે. તેઓ કામ પણ કરે છે અને બાળકોની દેખભાળ પણ. કેટલાક દિવ્યાંગ પણ છે. જેમના માટે હલનચલન મુશ્કેલ છે, કેટલાક મૂકબધિર પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube