Gold Price Today: સોનું ખરીદવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ સમયે સોનું તેના 3 મહિનાન નિચેના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે. એટલું જન હીં, માત્ર એક અઠવાડિયામાં સોનાની કિંમતમાં 1000 રૂપિયાથી વધારે ઘટાડો નોંધાયો છે. આ અઠવાડિયે શેર માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે સોનાના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં ઘટાડો નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવાર 9 મેથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે એટલે કે શુક્રવારે પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં 13 મે 2022 ના સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. 12 મેના જ્યાં 24 કરેટ સોનાનો ભાવ 51,118 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. ત્યારે 13 મેના તેની કિંમત 50,465 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ. એટલે કે એક દિવસના ટ્રેડિંગ સેશનમાં સોનાના ભાવમાં 653 રૂપિયાનો ઘટાડો.


સુપરસ્ટાર રોકી ભાઈની ફિલ્મ KGF 3 જાણો કેવી હશે, ફિલ્મ અંગે પ્રોડ્યુસરે કર્યો મોટો ખુલાસો


ત્યારે ગત અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ એટલે કે 6 મેના 24 કેરેટ સોનાનો બંધ ભાવ 51,692 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 13 મેના ભાવ સાથે સરખામણી કરીએ તો સોનાના ભાવમાં 1,227 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. ભારતીય બજાર ઉપરાંત વૈશ્વિક માર્કેટમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


CSK ના સુપરસ્ટાર ખેલાડીની આ છે છેલ્લી IPL સીઝન! ચેન્નાઈના ફેન્સને મોટો ઝટકો


વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ત્રણ મહિનાના સૌથી નીચા સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. ડોલર આ સમયે સારી મજબૂતી પર છે, જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયામાં ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ તેના સૌથી નીચા સ્તર પર જતો રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube